________________
પદોનો ભાવ સહજ રીતે અધ્યાત્મગીતાની ઉપરની પંક્તિમાં ગોઠવાઈ ગયો છે.
* અનાદિકાળથી જીવમોહાધીન છે. અનુકૂળવિષયો ભોગવવા આસક્તિપૂર્વક આતુર છે. આસક્તિથી વધુ ને વધુ પુદ્ગલો (કર્મો) ચોટે. એરંડીયાનું તેલ લગાવી ધૂળમાં આળોટોશું થાય? આથી જ નિયાણાની ના પાડી છે. આસક્તિ વિના નિયાણુંન થાય.
* “શરીર એ હું છું પરકર્તત્વનો આવો ભાવ રહે ત્યાં સુધી કર્મબંધાયા જ કરે.
* માત્ર ભણવાથી પંડિત થવાય, પણ આત્માનુભવી થવા જ્ઞાની થવું પડે, આત્માને વેદવો પડે, અધ્યાત્મગીતા જેવા ગ્રંથો આત્મા તરફ વાળે છે.
* શુભભાવોથી પુણ્ય બંધાય, પણ ગુણ સંપાદન કરવું હોય, આત્મશુદ્ધિ કરવી હોય, મોક્ષ જોઈતો હોય તો શુદ્ધભાવ જોઈએ; ભક્તિથી જ આ શક્ય બને.
* બીજા જીવોની રક્ષા પણ સ્વભાવપ્રાણ ટકાવવા માટે જ છે. ભાવહિંસક આપણે પોતે જ બનીએ છીએ, જ્યારે વિભાવદશામાં જઈએ.
* પરહિંસાથી આપણા ભાવપ્રાણહણાય છે, માટે જ દોષ લાગે છે. પરહિંસાથી મરનારના તો દ્રવ્યપ્રાણ જ જાય, પણ આપણા ભાવપ્રાણ જાય છે.
પોતાના ગુણોનો નાશ કરવો તે સ્વ- ભાવહિંસા છે. આત્મગુણોને હણતો ભાવહિંસક કહેવાય. જીવે અત્યાર સુધી આ જ કામ છે. આ રીતે પરની અને સ્વની હિંસા જ કરી
દા.ત. ગુસ્સામાં જેમ તેમ બોલ્યા. આથી સામાને પણ ગુસ્સો આવ્યો. અહીં બન્નેના ભાવપ્રાણોની હિંસા થઈ.
“સ્વગુણ રક્ષણા તેહ ધર્મ” સ્વગુણ - વિધ્વંસના તે અધર્મ આનૈશ્ચયિક અર્થ છે.
બીજાની રક્ષા કરતાં, બીજાની જ નહિ, આપણી પણ રક્ષા થાય છે. માટે જ સાધુ માટે પ્રમાદ એ જ હિંસા કહેવાય છે. હિંસા ન થઈ હોય, પણ સાવધાની ન હોય, પ્રમાદ હોય તો હિંસાનો દોષ લાગે જ.
‘પ્રમત્તયાત્ પ્રણવ્યપરોપાં હિંસ’ - તત્ત્વાર્થસૂત્ર.
૫૦ •••
.. કહે કલાપૂર્ણસૂરિ
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only