________________
બીજાની પ્રશંસાથી આપણા ગુણો વધે, સ્વપ્રશંસાથી ઘટે, અભિમાન વધે. સગુણો આવે, આવેલા સુરક્ષિત રહે તે માટે સાવચેત રહેવું જરૂરી છે. સદ્ગણો રત્નો છે. મોહરાજા અભિમાન કરાવી લૂંટાવવા માગે છે. બુદ્ધિ આદિ શક્તિ ભગવાનના પ્રભાવથી મળી છે. તેની સેવામાં એ વાપરવાની છે. “સારું થાય તે ભગવાનનું, ખરાબ થાય તે આપણી ભૂલનું એમ માનવું. - તમારી પ્રશંસા થાય તે મોહરાજાને ક્યાંથી ગમે? આથી તે તમને પાડવામી ઝેર આપે છે. સ્વ પ્રશંસાનું, અભિમાનનું!
પ્રશંસાની અપેક્ષા મટી જશે પછી લોક-નિંદાથી તમે વિચલિત નહિ બનો. ક્ષમા – તપ વગેરે ગુણો ભલે આવે, પણ “ક્ષમાવાન, તપસ્વી વગેરે કહેવડાવવું નહિ. ગુણો જાહેર નહિ કરવા. રત્નો કદી જાહેરમાં મૂકાતા નથી.
સદ્ગણોની પ્રાપ્તિ અને સુરક્ષા, માત્ર ભગવાનની કૃપાથી જ શક્ય બને છે.
(૨૨) સેવ્યા: થરા:” – ભગવાનના ૭૦૦જકેવળી. ગૌતમસ્વામીના પ૦ હજાર શિષ્ય કેવળી હતા, છતાં ગૌતમસ્વામીએ અભિમાન નથી ક્યું મારા બધા જ ચેલા કેવલી ! આ કોનો પ્રભાવ? ધર્માચાર્યની સેવાનો. ધર્માચાર્યની સેવા કેવી અદ્ભુત ગુરુ છદ્મસ્થ હોવા છતાં શિષ્યો કેવળી!
ગૌતમસ્વામી પણ કેવા વિનથી? એક શ્રાવક (આનંદ) ને ગુરુ આજ્ઞાથી મિચ્છામિદુક્કડે માંગવા જાય.
ભગવાનની ભક્તિના પ્રભાવથી કેવળજ્ઞાન આપવાની લબ્ધિ એમનામાં પ્રગટી હતી. એમનું જીવન કહે છે. તમે જો સાચા અર્થમાં શિષ્ય બનશો તો જ સાચા અર્થમાં ગુરુ બની શકશો.
આપણે જે કાંઈ કરીશું તેની પરંપરા ચાલશે.
અમને જો એકાસણા કરનાર ન દેખાયું હોત તો અમે અહીં એકાસણા ક્યાં કરવાના? ચા પીવાની ટેવ ક્યાંથી છોડત?
પૂ. કનકસૂરિજી મ.ની ભવ્ય પરંપરા મળી છે.
તબિયત બગડી જાય તો એકાસણું છોડવા કરતાં તેઓશ્રી ગોમૂત્ર લેવું પસંદ કરતા. પૂ. કનકસૂરિજીએ અમને આ બધું વાચનાથી નહિ, જીવનથી શીખવાડ્યું છે. બોલ બોલ કરવાની તો અમને આદત છે. કહે કલાપૂર્ણસૂરિ ..
••. ૩૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org