________________
ગુરુની સેવા એટલે માત્ર ગોચરી – પાણીની જ નહિ, આજ્ઞા-પાલનરૂપ સેવા
જોઈએ.
ગોચરી વખતે ‘વાપરું’ કે સંથારા વખતે ‘સંથારો કરું’ એવી આજે પણ અમને આદત છે.
આના પ્રભાવે ઘણી વખત કટોકટીમાં પણ માર્ગ મળ્યો છે. કઠિન પંક્તિઓ પણ બેસી ગઈ છે.
પંડિત વ્રજપાલજી પાસે (વિ. સં. ૨૦૧૮) જામનગરમાં ન્યાયનો પાઠ ચાલે. પહેલા જ પાઠમાં એક પંક્તિમાં ગાડી અટકી પડી. પણ ગુરૃકપાથી એ કઠિન પંક્તિ પણ બેસી ગઈ.
-
(૨૨) ‘તત્ત્વ નિજ્ઞાસનીયં ચ ।’ – ગુરુ - સેવા કરીશ તો મને તેઓ પદ આપી દેશે, એવી આશાથી નહિ, પણ નિઃસ્પૃહ ભાવે સેવા કરવાની. સેવા કરતાં-કરતાં તત્ત્વ જિજ્ઞાસા ગુરુ સમક્ષ મૂકવી.
આત્મા માત્ર સ્વ- સંવેદનથી જણાય અથવા કેવળી જાણી શકે. એવા આત્મતત્ત્વાદિ જાણવાની ઈચ્છા જાગવી એ પણ બહુ મોટી ઉપલબ્ધિ છે. * કર્મચક્રના વ્યૂહનું ભેદન ધર્મચક્ર દ્વારા જ થઈ શકે.
અર્જુન સિવાય કોઈ ચક્રવ્યૂહ જાણતું નહોતું એની ખબર હતી દ્રોણને. આથી અર્જુનની ગેરહાજરીમાં એ વ્યૂહ ગોઠવ્યું. હવે કોણ ભેદે એ વ્યૂહને ? આખરે અભિમન્યુ તૈયાર થઈ ગયો : હું ભેદીને અંદર ઘુસી શકું છું, પણ બહાર નીકળવાની કળા નથી જાણતો.
અભિમન્યુ આ કળા ગર્ભમાં શીખેલો. આ પરથી હું ઘણીવાર કહુંઃ માતા બાળકને ગર્ભમાંથી સંસ્કાર આપી શકે. માતા પર સંતાનનો મોટો આધાર છે.
મારી માતા ખમા-ક્ષમાબેન ખૂબ જ ધાર્મિક વૃત્તિનાં ! મુક્તિચન્દ્ર વિ. ના બા ભમીબેનને જોઉં ને એ યાદ આવે ! આકૃતિથી અને પ્રકૃતિથી બરાબર એવા જ ! મનફરામાં પહેલીવાર ભમીબેનને જોયા ત્યારે એમ જ થયું : અરે ! આ ક્ષમાબેન અહીં ક્યાંથી ? અત્યંત ભદ્રિક અને સાલસ સ્વભાવના !
એકબાજુ સેવા ને બીજી બાજુ તત્ત્વ જિજ્ઞાસા – બન્નેમાંથી શું પસંદ કરવું ? પૂ. કનક સૂ.મ. ગયા પછી પ્રેમ સૂ.મ. નો પત્ર આવ્યો ઃ હવે આગળના અભ્યાસ માટે આવી
૪૦... Jain Education International
For Private & Personal Use Only
કહે કલાપૂર્ણસૂરિ
www.jainelibrary.org