________________
પણ એ જ એના ગળે ફાંસો બને છે. જગતના બધા જ સંયોગો બંધન છે. બંધનમાં કદી આનંદ ન હોય. બંધન એટલે પરાધીનતા! પરાધીનતામાં આનંદ કેવો?
(૬) “તુત્ય પ્રયો ન વાર્થ' - સજ્જનોની એ સજ્જનતા છે કે તમારા થોડા પણ ગુણના ખૂબ-ખૂબ વખાણ કરે. તે વખતે તમારે મોં નહિ મલકાવવું, ખભા ઉંચા નહિ કરવા. કેટલાક કામ કઢાવવા, મોટા ભા બનાવે. જેમ શિયાળે પુરી લેવા કાગડાની પ્રશંસા કરેલી.
કદાચ એ શુભભાવથી પણ પ્રશંસા કરે. પ્રશંસા કરવી એની ફરજ છે, પણ અભિમાન કરવું તમારી ફરજ નથી. પરનિંદા કરવી – સાંભળવી પાપ છે તેમ સ્વપ્રશંસા કરવી, સાંભળવી પણ પાપ છે.
પર-નિંદાથી હજુ બચી શકાય, સ્વપ્રશંસાથી બચવું મુશ્કેલ છે. આ અનુકૂળ ઉપસર્ગ છે, મીઠું ઝેર છે. દુઃખ હજુ પચાવી શકાય. સુખ પચાવવું મુશ્કેલ છે. આ બહુ જ મોટું ભયસ્થાન છે.
લોકોની વધારે અવર-જવરએકપલિમંથ-વિન છે. આનાથી અભિમાન કરીએ તો થઈ રહ્યું!
સ્વપ્રશંસા આપણે કરીએ તો નહિ, પણ કોઈ કરવું હોય તો મલકાવું પણ નહિ, એમ ઉપાધ્યાયજી મ. કહે છે.
લેખક, ચિંતક, વક્તા, પ્રતિષ્ઠિત પુરુષ બનીએ, એમાં બહુ જ મોટો ખતરો છે. મોડરાજાની મોટી ચાલ છે.
ઓળખાણ વધે તેટલા ગોચરીના દોષો વધે. માટે જ અજાણ્યા ઘરમાંથી લાવવાનું વિધાન છે. અજાણ્યા ઘરમાંથી નિર્દોષ ગોચરી આવે ત્યારે કેટલો આનંદ થાય? મનગમતી વસ્તુનો આનંદ નહિ પણ નિર્દોષતાનો આનંદ ! નિર્દોષ ગોચરીમાં પણ છેલ્લે માંડલીના પાંચ દોષો એવો તો બધા પર પાણી ફરી વળે!
પૂર્વપુરુષો મહાન શાસન - પ્રભાવક હોવા છતાં તેમણે ગર્વનથી થૈતો આપણે ક્યા મોટા પ્રભાવક?
આચાર્ય સુસ્થિતસૂરિજીએ આટલી પ્રતિષ્ઠાઓ કરવી, પણ ક્યાંય પ્રતિમા પર નામ વાંચ્યું? પ્રતિષ્ઠા કે શિલાલેખમાં આપણું નામ ન આવે તો આપણે ધૂંઆપૂંઆ થઈ જઈએ છીએ.
ગૌતમસ્વામીએ પોતાનો શિષ્ય પરિવાર સુધર્માસ્વામીને સોંપ્યો, આથી આખી પરંપરામાં ગૌતમસ્વામીનું નામ ક્યાંય ન આવે, નામ ગયું તો ગૌતમસ્વામી દુઃખી થયા'તા?
કહે કલાપૂર્ણસૂરિ ...
••• ૩૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org