________________
ગુસ્સે થઈને દેશવટો આપે.) અશુભ અધ્યવસાય (ગુસ્સાના વિચારથી પણ લક્ષ્મી જાય.), અયોગ્ય સ્થાને રહેવું. રાજ્ય વિરુદ્ધ કથા કહેવી.
ઈત્યાદિ કારણસર મહાન શ્રીમંતો પણ દરિદ્ર બની જતા હોય છે. એનાથી વિપરીત કારણોથી રંક પણ શ્રીમંત બની જતા હોય છે. આપણી પાસે પણ અત્યંતર ચારિત્ર સંપત્તિ છે. તે લુંટાઈ ન જાય તેની તકેદારી રાખવાની છે.
ગુરુ, ગચ્છ આદિ ચારિત્ર ધનની વૃદ્ધિ કરનારા પરિબળો છે. અધ્યાત્મ ગીતાઃ
સદ્ગુરુ યોગથી બહુલ જીવ, કોઈ વળી સહજથી થઈ સજીવ; આત્મશક્તિ કરી ગ્રંથિ ભેદી, ભેદજ્ઞાની થયો આત્મવેદી... ૧૯ો.
* વિદ્યા હોઠે જોઈએ. પૈસા ખીસામાં જોઈએ. ઉધાર પૈસાથી માલન મળે. ઉધાર જ્ઞાન સાધનામાં કામ ન લાગે. માટે જ કહું છું આ અધ્યાત્મ ગીતા કંઠસ્થ કરજો.
* આગળના પગથીયા પર જવું હોય તો પાછળના પગથીયા પસાર કરવા પડે, ત્યાં મજબૂતીથી સ્થિર થવું પડે. એના માટે પળ-પળની ધ્યાન રાખવી પડે. થોડી સાવધાની ગઈ ને ગુણસ્થાનક ગયું. એક સરખું ગુણસ્થાનક તો માત્ર ભગવાનને જ રહે
મળેલી ભૂમિકામાં સ્થિરતા અને આગળ વધવાની પ્રેરણા ક્રિયા કરવાથી મળે છે, એમ આપણને સદ્ગુરુ સમજાવે છે.
કેટલાક જીવો સદ્ગના સમાગમથી રાગ-દ્વેષની તીવ્ર ગાંઠ ભેદીને આત્મ-શક્તિ પ્રગટ કરે છે, સમ્યગ્દર્શન પ્રગટ કરે છે. અહીં થતું જ્ઞાન વિષય પ્રતિભાસ નહિ, પણ આત્મપરિણતિમાન જ્ઞાન હોય છે. આટલું થઈ જાયતોમાનવ-જીવનસફળ. સમ્યગ્દર્શન મળતાં ભેદ જ્ઞાન થાય છે, શરીરથી આત્માની ભિન્નતા અનુભવમાં આવે છે. કેટલાક જીવો મરૂદેવા માતાની જેમ ગુરુ વિના પણ ગ્રંથિભેદ કરી લેતા હોય છે. દ્રવ્ય ગુણ-પર્યાય અનંતની થઈ પરતીત, જાણ્યો આતમ કર્તા - ભોક્તા ગઈ પરભીત; શ્રદ્ધા-યોગે ઉપન્યો ભાસન સુનય સત્ય, સાધ્યાલંબી ચેતના વળગી આતમતત્વ....” !ારવા
કેવળજ્ઞાનાદિના અનંતા પર્યાયોની પ્રતીતિ થઈ. મારો આત્મા સ્વગુણનો કર્તાભોક્તા છે, તેની ખાતરી થઈ. તેથી પર-પુદ્ગલનો ભય ટળી ગયો. આવી શ્રદ્ધાના યોગે સુનયનું જ્ઞાન લાધ્યું (બીજાનયોને ખોટા ન કહેતાં પોતાનું મંડન કહે તે સુનય કહેવાય.) આવી ચેતના સાધ્યતત્ત્વનું આલંબન લઈ આત્મતત્ત્વને વળગી રહે છે.
... કહે કલાપૂર્ણસૂરિ
૪૬૮ ...
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org