________________
કરવું? અને કેમ સંવર્ધન કરવું? તે આપણે જોવાનું છે.
જ્ઞાતા ધર્મકથામાં પેલી ૪ પુત્રવધૂઓ જેવા જ પ્રકારના જીવો હોય છે. ૧) કેટલાક ખોઈ નાખનારા (ઉજિઝકા) ૨) કેટલાક ખાઈ જનારા. (ભક્ષિકા) ૩) કેટલાક રક્ષા કરનારા (રક્ષિકા) ૪) કેટલાક સંવર્ધન કરનારા. (રોહિણી).
આપણો નંબર શામાં? હવે કમસે કમ આટલું કરજોઃ જેના પણ તમે શિષ્ય બન્યા છો, તે (ગુરુ) તમારા માટે પસ્તાય નહિઃ “આવાને ક્યાં દીક્ષા આપી?'
સંવર્ધન ન થાય તો કાંઈ નહિ, કમસે કમ સુરક્ષા તો કરજો. “રોહિણી જેવા બનવા કદાચ પુણ્ય જોઈએ, પણ “રક્ષિકા” બનવામાં તો પુરુષાર્થ જોઈએ, જે સ્વાધીન છે. -: લક્ષ્મીનાશના કારણો -
ખોવાઈ જાય, લુંટાઈ જાય, ઘરનો મોભી ચાલ્યો જાય, દા.ત. મોતીશા શેઠના ગયા પછી ખેમચંદ શેઠની હાલત છેલ્લે ગરીબ જેવી થઇ ગઈ હતી!
મોતીશા શેઠના ચીન જતા વહાણ પાછળ ચાંચીયાઓ પડ્યા. શેઠે સમાચાર સાંભળી માનતા કરીઃ આમાંથી વહાણ બચી જાય ને જેટલો નફો થાય તે સુકૃત માર્ગે વાપરવો. ૧૨ લાખનો નફો થયો. તેમાંથી કુંતાસરની ખાઈ પૂરાવી મોતીશા શેઠની ટૂંકનું નિર્માણ થયું.
ભાદરવા સુદ-૩ ના મોતીશાનું મૃત્યુ થયું પણ તે પહેલા પ્રતિષ્ઠાનું મુહૂર્ત કઢાવી લીધેલુંને ધામધૂમથી પ્રતિષ્ઠા કરવા પુત્રને કહેલું.
પાલીતાણામાં કુંભસ્થાપનાના દિવસે ખેમચંદની માતા દીવાળીબેનનું મૃત્યુ થયું. છતાં પ્રતિષ્ઠા ધામધૂમથી થઈ.)
અપલક્ષણવાળું ઘર, (અગાઉદાસ - દાસી – ઢોર આદિ પણ સુલક્ષણા હોય તો જ રખાતા.) અપલક્ષણા અભિમંત્રિત વસ્ત્ર, કુષ્ઠરોગી આદિથી વાસિત ઉપકરણોનો પરિભોગ, અજીર્ણ પર વારંવાર ભોજન કરવાથી થયેલી બિમારી પાછળ ખર્ચ, વારંવાર બિમારી પાછળ ખર્ચ. પ્રતિકૂળ વિચાર અને રાજા આદિની ટીકાત્મક વાણી, (રાજા
... ૪૬૭
કહે કલાપૂર્ણસૂરિ ..... Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org