________________
શબ્દનય સમ્યક્ત્વ, દેશ - સર્વવિરતિમાં લાગુ પડે.
નૈગમનય – સંગ્રહનય સર્વ જીવો સાથે મૈત્રીનું શિક્ષણ આપે છે. સર્વજીવો સિદ્ધસ્વરૂપી છે. કોઈની પણ સાથે વેર-ઝેર શા માટે ?
અંદર પડેલા સિદ્ધત્વને પ્રગટાવવાની રુચિ પણ ઉત્પન્ન કરે છે. નૈગમ સંગ્રહ બન્ને અભેદને જણાવનાર છે.
સંગ્રહ માત્ર સામાન્યગ્રાહી છે જ્યારે નૈગમ, સામાન્ય-વિશેષ ઉભયગ્રાહી છે. વ્યવહાર નય તમારી અશુદ્ધતાનું ભાન કરાવે છે.
“મારા બાપાએ એક ફ્રોડ એક ભાઈને આપેલા છે, તે આવશે એટલે આપી દઈશ. અત્યારે ૧૦ લાખ આપો.’’ ‘‘એક યોગીએ કહ્યું છે ઃ ઘરમાં ખજાનો છે નીકળશે ત્યારે આપીશ. અત્યારે ૧૧ લાખ આપો.’’ આવું વ્યવહારમાં ચાલે ?
નૈગમ – સંગ્રહનો ઉધારવાદ વ્યવહારમાં ન ચાલે. વ્યવહાર કહે છે ઃ અત્યારે તમે કેવા છો ? તે જુઓ, તમે સિદ્ધસ્વરૂપી છો, એવી વાતો અહીં નહિ ચાલે. તમે કર્મસહિત છો, એ વાસ્તવિકતા સ્વીકારો. આને જ આત્મસંપ્રેક્ષણ યોગ કહેવાય.
‘કર્મસત્તાથી હુંદબાયેલો છું.’ એમ પોતાની સ્થિતિ જોવી તે આત્મ સંપ્રેક્ષણ છે. કઈ વ્યક્તિ કે વસ્તુ પર રાગ, દ્વેષ કે મોહ વધુ છે ? એવી વિચારણા આત્મસંપ્રેક્ષણ છે. તેથી એનું નિવારણ કરવા આપણે કટિબદ્ધ બની શકીએ.
ઋજુસૂત્ર વર્તમાનમાં સ્થિર બનાવે છે. ભાવિમાં મહાવિદેહમાં જન્મ લઈને હું આમ કરીશ, તેમ કરીશ, તે બાલિશ વાતો છે. વર્તમાનમાં મળ્યું છે તેનો ઉપયોગ નથી કરતા તો ભાવિમાં શું કરશો ?
ઋજુસૂત્ર વર્તમાનગ્રાહી છે.
શબ્દનય આત્મસંપત્તિને પ્રગટાવવાની અભિલાષાવાળાને સિદ્ધ માને. સમભિરૂઢ વળજ્ઞાનીને અને એવંભૂત અષ્ટ કર્મ-મુક્ત સિદ્ધને સિદ્ધ માને.
જ્યાં સુધી એવંભૂત નય ન કહે ત્યાં સુધી આપણે સાધના ચાલુ રાખવાની છે. * ગુપ્તિ એટલે અશુભથી નિવૃત્તિ અને શુભમાં પ્રવૃત્તિ.
* મૌન એટલે માત્ર ન બોલવું એવું નથી એવું તો ઝાડ વગેરેમાં પણ છે. પુદ્ગલોમાં પ્રવૃત્તિ ન કરવી તે ખરું મૌન.
કાયાથી પુદ્ગલોમાં પ્રવૃત્તિ ન કરવી તે કાયાનું મૌન. વચનથી પુદ્ગલોમાં પ્રવૃત્તિ ન કરવી તે વચનનું મૌન. મનથી પુદ્ગલોમાં પ્રવૃત્તિ ન કરવી મનનું મૌન.
કહે કલાપૂર્ણસૂરિ .....
Jain Education International
For Private & Personal Use Only
૪૫૩
www.jainelibrary.org