________________
* શાસ્ત્ર – મંત્રવિત્ બનવા નહિ, આત્મવિત્ બનવા નવકાની આરાધના છે. નવકાર શાસ્ત્ર, મંત્ર છે, તેમ આત્મા પણ છે.
* તીર્થયાત્રા કરનાર આત્માનુભૂતિ ન કરે તો દ્રવ્યયાત્રા રહેશે.
* નવકાર પૂર્ણયોગ છે. બધા જ યોગો તેને પરિક્રમા કરે છે. કોઈ જ યોગ બાકી નથી.
નવકારનું પંચ મંગલ મહાશ્રુતસ્કંધ' આ સાચું નામ છે. નવકાર મંત્ર નહિ, મંગળ પણ છે. પરમેષ્ઠીઓ મંગળના મહાકેન્દ્રો છે. પ્રચંડ અવતરણ અને પ્રચંડ સંક્રામણ શક્તિ છે. मां गालयति भवादिति मंगलम् ।
જે સંસારથી મને ગાળી નાખે તે મંગળ છે.
* પાંચ ગુણઃ ૧) પરહિત ચિંતા સ્વાથ્ય આપે, સ્વાર્થી માંદો જલ્દી પડે. સ્વની કેટલી? પત્ની ચિંતા કેટલી?
પરહિતચિંતામાં કાંઈ જ ખર્ચ નહિ, છતાં કઠણ છે. ૨) પરોપકાર સમૃદ્ધિનું ઉપાદાન કારણ. શ્રીમંતાઈ પરોપકારથી જ સફળ બને. ૩) પ્રમોદભાવ : શિવ-મંગળતત્ત્વ આપે. આ બધામાં મારા જેવું જ સ્વરૂપ છે તે પ્રમોદભાવથી હું જીવોના વિશુદ્ધ ચૈતન્યથી વાડ્મયી પૂજા કરું છું, એવો ભાવ પેદા થવો ઘટે. ૪) પ્રતિજ્ઞા (સત્યનું ઢાંકણું ખોલે.) પાંચેય પરમેષ્ઠી કરેમિ ભંતેની પ્રતિજ્ઞા લઈને બન્યા છે. ૫) પ્રશાંત અવસ્થાઃ સમતા - સમાધિને આપે.
ભગવાનનો આ શંખનાદ છેઃ તમારે શું જોઈએ છે? જે જોઈતું હોય તે ગુણ પકડી લો.
વિદ્યાસ્નાતક નહિ, વ્રતસ્નાતકોનું અહીં કામ છે. ઉપધાનની માળએવ્રતસ્નાતકની ડીગ્રી છે.
* ૧૪ પૂર્વનું સમસ્ત સારભૂત જ્ઞાન - નવકાર’ છે. * જેને નમો તેવા થાવ.T.V. માં જેને નમો તેવા થાવ.
કહે કલાપૂર્ણસૂરિ .....
•.. ૪૪૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org