________________
થાઓ મારા નમન તમને આપ દેવાધિદેવા!
થાઓ મારા નમન તમને ભવોદધિ શોષનારા.... પૂજ્યશ્રી પ્રભુ...! માત્ર આપ મારી આધિ-વ્યાધિ-ઉપાધિની પીડા હરો એમ હું નથી કહેતો, પણ આપના વિરહની પીડા હરો, એમ હું કહું છું.
આપ ભૂમિના શૃંગાર છો. મા સ્રોશનિ ' ના ન્યાયે આપ પૃથ્વી પરના માણસોની શોભારૂપ છો. માણસ ત્યારે જ શોભે જ્યારે તે પ્રભુને વસાવે. માટે જ પ્રભુ! આપ મારાથી દૂર નહિ થતા. આપ મારા અનન્ય અલંકાર છો. કારણકે આપ જ ત્રણ જગતના નાથ છો.
આવા પ્રભુને હૃદયમાં ધરીએ તો ભવોદધિ શોષાઈ જાય. એટલે...? આપણા હૃદયમાં ઉછળતો વિષય - કષાયનો સાગર સૂકાઈ જાય. ભવોદધિ ક્યાંય બહાર નહિ, અંદર જ છે.
ગાથા – ૨૭. ૨૮, ૨૯. ૩૦. ૩૧. પૂજ્યશ્રીઃ ગુણોને ક્યાંય જગ્યા ન મળી, તેઓ પ્રભુમાં જઈ વસ્યા.
દોષો ગુસ્સે થઈને ભાગ્યા. ભાગતા ભાગતા કહેતા ગયાઃ તમે ન રાખો તો કાંઈ નહિ, અમને રાખનારા ઘણા છે.
શશિકાન્તભાઈ પ્રાતિહાર્યોનું ધ્યાન શું આપે? - અશોકવૃક્ષના ધ્યાનથી સાત લાભઃ૧) શોક હરે ૨) શુદ્ધ જનોથી અનભિભવનીયા. ૩) વચનનું અપ્રતિતપણું. ૪) રોગાદિની શાંતિ. ૫) સમર્પણ. ૬) અર્થોપાર્જનની ક્ષમતા. ૭) સૌભાગ્યનું અખંડિતપણું. - સિંહાસન - ધ્યાનથી સાધક સ્થાનભ્રષ્ટ ન બને. - ચામર – ધ્યાનથી ચમરબંધીની સેવા ન કરવી પડે.
કહે કલાપૂર્ણસૂરિ .....
••• ૪૪૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org