________________
નહિ, ભવાંતરોમાં પણ બીજે નહિ કરે.
ગાથા – ૨૨. સ્ત્રીણાં.... * તારા અગણિત છે. સૂર્ય એક છે. પ્રભુ મારે મન તું એક છે.
* પ્રભુની માતા છે રૂણા... પ્રભુને હૃદયમાં લાવવા હોય તો કરુણા લાવવી પડશે.
ગાથા – ૨૩. પૂજ્યશ્રી...
પ્રભુ...! મૃત્યુંજયી આપ જ છો. આપને પામીને લોકો મૃત્યુનો જય કરી શકે છે. પ્રભુ અજરામર છે, ભક્તને પણ અજરામર બનાવે. જરા- મૃત્યુના નિવારણથી જ અજરામર બની શકાય. અજરામર સ્થાન એટલે બ્રહ્મરંધ્ર. સમ્યગ્દષ્ટિ તે પામે.
પ્રભુ...! આપ સ્વયં તીર્થકર છો, તેમ તીર્થ પણ છો. માર્ગ-દાતા છો, તેમ માર્ગ પણ છો!
રત્નત્રયી બતાવનારા જ નહિ, આપ સ્વયંરત્નત્રયી સ્વરૂપ છો. આ ગંભીર વાત અહીં બતાવી છે.
ગાથા – ૨૪.૨૫. પૂજ્યશ્રીઃ
પ્રભુ સર્વોપરિ સત્તા છે. એમનું ઐવિર્ય - આહત્ય ત્રણેય ભુવનમાં વ્યાપ્ત છે. પ્રભુ આપ અવ્યય – અવિનાશી, વિભુ (જૈનદૃષ્ટિએ જ્ઞાનરૂપે વ્યાપક), નિત્ય અને અચિંત્ય વિચારો (વિકલ્પો)થી પામી ન શકાય તેવા છો.
અસંખ્ય ગુણોથી આપ “અસંખ્ય છો. તીર્થની આદિ કરનારા છો, માટે આદ્ય છો.
પરબ્રહ્મ સ્વરૂપ પ્રાપ્તિથી પરબ્રહ્મ છો; ઐશ્વર્યથી ઈશ્વર છો. શરીર ન હોવાથી અનંગકેતુ છો. યોગીઓના નાથ, યોગીશ્વર છો.
એક ચેતના લક્ષણથી અને અનેક સંખ્યાથી છો.
ગાથા – ૨૬.
થાઓ મારા નમન તમને દુઃખને કાપનારા, થાઓ મારા નમન તમને ભૂમિ શોભાવનારા;
૪૪૨ ...
.... કહે કલાપૂર્ણસૂરિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org