________________
હું જો મારા શિષ્યોને ભણાવીશ તો તેઓ તેમના શિષ્ય-પ્રશિષ્યોને ભણાવશે, એમ પરંપરા ચાલશે.
સિદ્ધિ પછી આ દર્શાવવા જ વિનિયોગ બતાવ્યો છે.
પ્રણિધાન, પ્રવૃત્તિ, વિઘ્નજય અને સિદ્ધિ પહોંચ્યા પછી પણ વિનિયોગ ન આવ્યો તો જ્ઞાન સાનુબંધ નહિ બને, ભવાંતરમાં સાથે નહિ ચાલે.
કોઈ ભણનાર ન હોય તો સામેથી બોલાવીને ભણાવો.
ફૂલ ખીલ્યા પછી ફોરમ ફેલાવે, તેમ ભણ્યા પછી તમે જ્ઞાનની સુગંધ ફેલાવો. એ વિનિયોગથી જ થઈ શકે.
તીર્થની પરંપરા આ રીતે જ ચાલશે. જૈનશાસનની ચાલતી અખંડ પરંપરામાં આપણે થોડા પણ નિમિત્ત બનીએ એવું ભાગ્ય ક્યાંથી ?
બીજ કાયમ રહેવું જોઈએ. બીજ હશે તો વૃક્ષ પોતાની મેળે મળી જશે. બીજ છે.
નાની ઉંમરના ઘણા સાધુ - સાધ્વીજી અહીં છે. આ સાંભળીને ભણવાભણાવવામાં આગળ વધશો કે સંતોષી બનીને બેસી રહેશો ? અહીં સંતોષી બનવું ગુનો
છે.
પણ જ્ઞાન અભિમાન પેદા ન કરે તે પણ જોવાનું છે. એ માટે ભક્તિ સાથે રાખો. જેમ જેમ અરિહા સેવીએ રે, તેમ તેમ પ્રગટે જ્ઞાન’'
શ્રુતજ્ઞાન
ધન કમાયા પછી તેને સાચવવું કેટલું મુશ્કેલ છે તે અનુભવીને પૂછો તો ખ્યાલ આવશે. દિનેશભાઈ ! સાચી વાત છે ને ? જરા ગફલતમાં રહો કે ધન ગાયબ !
જ્ઞાનમાં પણ એવું જ છે. જ્ઞાન મેળવ્યા પછી એને ટકાવવું મુશ્કેલ છે. જ્ઞાનને ટકાવવું હોય તો બીજાને ભણાવો. બીજાને ભણાવશો એટલે તમે જ ફરી ભણશો. તમારું જ્ઞાન સુરક્ષિત બનશે. હું જે વાચનાદિમાં પદાર્થો કહું છું તે ટકે છે, બીજા ચાલ્યા જાય છે. અહીં આપણે ૧૧૦ સાધુ – સાધ્વીજીઓ છીએ. ૧૫-૨૦ વૃદ્ધોને એક બાજુએ મૂકી દઈએ તો બીજા તો ભણે -- ભણાવી શકે તેવા છે ને ?
આ રીતે જે ભણે – ભણાવે તેને શું મળે, જાણો છો ? તીર્થંકર નામકર્મ પણ તે બાંધી શકે, એમ હરિભદ્રસૂરિજી કહે છે.
* ગુરુની ભક્તિ ન કરો તો ભગવાન ન મળે. ભગવાન મેળવી આપનાર ગુરુ છે.
૪૨૦...
Jain Education International
For Private & Personal Use Only
કહે કલાપૂર્ણસૂરિ
www.jainelibrary.org