________________
જાય તેમ ભેદ પણ બદલાતા જાય. અલગ - અલગ જગ્યાએથી અલગ- અલગ દૃશ્ય નજરે ચડે તેમ અલગ - અલગ દૃષ્ટિકોણથી અલગ - અલગ ભેદ જણાય.
- જૈનદર્શનને સારી રીતે સમજવું હોય તેણે અપેક્ષા સમજવી જ પડશે. કઈ વાત કઈ અપેક્ષાએ કહેવાઈ છે? એ જ જે ન જાણે, તે પાટ પરશું બોલશે?
નયવાદ એટલે અપેક્ષાવાદ. નય એટલે દૃષ્ટિકોણ. નિગમ નય અંશથી આત્મા માને છે. વ્યવહાર નય જીવોના વિભાગ પાડે છે.
જો બધા એક જ છે, તો સાધનાની જરૂર શી? ભક્ત અને ભગવાન, ગુરુ અને શિષ્ય, સિદ્ધ અને સંસારી આવા ભેદો શા માટે? - આ વ્યવહારની દલીલ છે.
એની અપેક્ષાએ એ દલીલ સાચી છે. મૈત્રી આદિ ભાવના માટે સંગ્રહનયને આગળ ધરવો. પાલનમાં વ્યવહાર નય. હૃદયમાં નિશ્ચય નય, અપનાવે તે નયવાદ સમજ્યો છે, એમ કહેવાય
ઘરના માજી બધાને એક સરખું ન પીરસે, જેને જેટલું પચે, અનુકૂળ હોય તે અને તેટલું જ આપે. તેમ અલગ – અલગ અવસ્થા માટે અલગ – અલગ નયોનો આશ્રય લેવાનો છે.
વ્યવહાર નયનું કામ ભેદ પાડવાનું છે. કોઈપણ વસ્તુ અનંત ધર્માત્મક (ધર્મ એટલે ગુણ) છે, એમ જૈનદર્શન માને છે.
કોઈ એક ધર્મને આગળ કરી, બીજા ધર્મોને ગૌણ કરી, જે વ્યાખ્યા કરવામાં આવે તે “નય છે.
બોલતી વખતે કાંઈ બધાજ ધર્મો એકી સાથે ન બોલી શકાય. તીર્થકર પણ એકી સાથે બધું ન બોલી શકે પણ ગૌણ અને મુખ્યતાપૂર્વક ક્રમશઃ બોલે.
વાણી હંમેશા એક જ દૃષ્ટિકોણને એકી સાથે રજૂ કરી શકે. શબ્દની આ મર્યાદા છે. આ મર્યાદા નહિ સમજવાથી જ અનેક મત-ભેદો ઊભા થતા રહે છે.
૪૧૮ .... Jain Education International
.... કહે કલાપૂર્ણસૂરિ
For Private & Personal Use Only
www.jainelibrary.org