________________
અમને પૂ. કનકસૂરિજીએ બે બુક, છ કર્મગ્રન્થ સુધીના અભ્યાસ પછી વૈરાગ્ય શતક, ઈન્દ્રિય પરાજય શતક ઈત્યાદિ ભણવાની પ્રેરણા કરેલી. જિતેન્દ્રિય બને તે જ સાધક બની શકે, એવી તેમની ઈચ્છા.
પં. ભદ્રંકર વિજયજી મ. ઘણીવાર કહેતા ઃ તમારે શું બનવું છે ? વિદ્વાન કે આત્મક? ‘ગીતાર્થ બનજો.’ એ તેમનો મુખ્ય સૂર હતો. ગીતાર્થ બનવા જિતેન્દ્રિય બનવું પડે. આ વાતને નજર સમક્ષ રાખીને જ ‘ત્રિગુપ્તિ – ગુપ્ત મુનિ એક ક્ષણમાં એટલી કર્મ-નિર્જરા કરે, જે અજ્ઞાની ક્રોડો વર્ષમાં પણ ન કરી શકે.’ એક કહેવાયું છે.
-
આજે જ ભગવતીના પાઠમાં આપ્યું ઃ કાત્યાયન ગોત્રીય સ્કંધક ભગવાન મહાવીર સ્વામી પાસે દીક્ષા લે છે, ને ભગવાન પોતે જ તેને કઈ રીતે ચાલવું – ખાવું – પીવું – બોલવું – સૂવું ઈત્યાદિની શિક્ષા આપે છે. આ બધી સમિતિ અને ગુપ્તિની જ શિક્ષા છે. ત્રણેય યોગોમાં કંઈ પણ ગરબડ થઈ હોય તે માટે આપણે –
સવ્વસ્સવિ દેવસિય
દુચિંતિય – મનનું પાપ.
દુખ્માસિય – વચનનું પાપ. દુચ્ચિઠ્ઠિન – કાર્યાનું પાપ. મિચ્છામિ દુક્કડં. આ સૂત્ર બોલીએ છીએ.
આ સૂત્રમાં આખું પ્રતિક્રમણ સમાયેલું છે, એમ કહીએ તો પણ ચાલે.
અધ્યાત્મ ગીતા : :
સંગ્રહે એક આયા વખાણ્યો,
નૈગમે અંશથી જે પ્રમાણ્યો;
વિવિધ વ્યવહાર નય વસ્તુ વિહેંચે,
અશુદ્ધ – વળી શુદ્ધ ભાસન પ્રપંચે... ।।૪।।
આજે નય, નિક્ષેપ, પ્રમાણ ઈત્યાદિનું જ્ઞાન બહુ જ ઓછું રહ્યું છે. પૂ. દેવચન્દ્રજી આ જ્ઞાનના તલસ્પર્શી અભ્યાસી છે.
સંગ્રહ નયથી આત્મા એક છે.
નવતત્ત્વમાં ૧, ૨, ૩, ૪, ૫, ૬ પ્રકારે આત્મા બતાવ્યા છે. અપેક્ષા બદલાતી
કહે કલાપૂર્ણસૂરિ ....
Jain Education International
For Private & Personal Use Only
૪૧૭
www.jainelibrary.org