________________
૫. ઉત્કૃષ્ટતપ થાય. ૬. કર્મની નિર્જર. ૭. પરોપદેશ – શક્તિ.
* સ્વાધ્યાય ઉપયોગપૂર્વકનો હોવો જોઈએ. પોપટીયોપઠનચાલે ઉપયોગપૂર્વક તમે મુહપત્તીના ૫૦ બોલ પણ બોલો તોય કામ થઈ જાય. હું કહું છું માત્ર એક જ બોલ પર વિચારો:
“સૂત્ર, અર્થ તત્ત્વ કરી સદહું આના પર વિચારશો તો લાગશેઃ સમગ્ર જૈનશાસન આમાં સમાયેલું છે.
માત્ર બાહ્ય ક્રિયાથી, નિષ્માણ ક્રિયાઓથી મોક્ષ મળી જશે, એમ માનતા નહિ, એમાં પ્રાણ પૂરવા પડશે. “અધ્યાત્મ વિણ જે ક્રિયા તે તનુ-મલ તોલે;
મમકારાદિક યોગથી, એમ જ્ઞાની બોલે....”
અધ્યાત્મ વગરની ક્રિયા એટલે શરીર પરનો મેલ! એવી શુષ્ક ક્રિયાનું પણ અભિમાન કેટલું? મારા જેવી કોઈની ક્રિયા નહિ!
* ભગવાનને પરોપકારનું વ્યસન હોય છે, તે કેટલાક દષ્ટાંતોથી જણાશે.
ના પાડવા છતાં ચંડકૌશિકને પ્રતિબોધવા ગયા, શૂલપાણિ, હાલિક વગેરેને પ્રતિબોધ્યા. સંગમને ન પ્રતિબોધી શક્વા બદલ આંસુ સાર્યા.
ભગવાન આવા પરાર્થવ્યસની, આપણે કેવા? * સાચું જ્ઞાન તે જ જે ગુણિએ ગુપ્ત અને સમિતિથી સમિત બનાવે. ત્રણ ગુપ્તિમાં મનોગુપ્તિ સોથી કઠણ છે. મન વાંદરાથી પણ ચપળ છે.
આંખ આદિ ઈન્દ્રિયો દ્વારા મન ચંચળ બને છે. માટે જ મન વશ કરતા પહેલા ઈન્દ્રિય - જય કરવો જરૂરી છે.
યોગશાસ્ત્રમાં... પહેલા ઈન્દ્રિય જય. પછી કષાય જય.
પછી મનોજય. આ ક્રમ બતાવ્યો છે. ૪૧૬ ...
..... કહે કલાપૂર્ણસૂરિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org