________________
સોમવાર, આ. વદ - ૯, ૧-૧૧-૯. * મળેલા શાસનની વિધિપૂર્વક આરાધના કરવાથી કર્મશુદ્ધિ જલ્દી થાય છે ને આત્મા શીઘ મોક્ષગામી બને છે.
* ‘સમર્થ રોય મા પમાયણ’ આમ ભગવાન ગૌતમસ્વામીને કહેતા હતા. કોઈ એમ પણ સમજી બેસેઃ ગૌતમસ્વામી બહુજ પ્રમાદી હશે. માટે વારંવાર ભગવાનને કહેવું પડતું હશે. નહિ, ગૌતમસ્વામીના માધ્યમથી ભગવાનનો પૂરી દુનિયાને સંદેશો છે : એક ક્ષણ પણ પ્રમાદ કરવા જેવો નથી.
શરીર પર એટલો મોહ છે કે એ માટે કરેલો પ્રમાદ, પ્રમાદ લાગતો જ નથી, જરૂરી લાગે છે. પ્રમાદ અનેકરૂપે આપણને ઘેરી લે છે. ક્યારેક નિવૃત્તિરૂપે તો ક્યારેક પ્રવૃત્તિરૂપે પણ આવી ચડે છે. નિવૃત્તિ (ઊંઘ વગેરે) ને તો બધા જ પ્રમાદ માને, પણ જેનદર્શન તો પ્રવૃત્તિ (અલબત્ત પાપમય)ને પણ પ્રમાદ માને છે. વિષય-કષાયયુક્તકોઈપણ પ્રવૃત્તિ પ્રમાદ છે. દુનિયા ભલે એને ઉદ્યમશીલ કહેતી હોય, અપ્રમત્ત કહેતી હોય કે કર્મવીર કહેતી હોય, પરંતુ જૈનદર્શનની નજરે વિષય-કષાયથી કરાતી કોઈપણ પ્રવૃત્તિ પ્રમાદ જ
* સ્વાધ્યાયથી સાત મહાન લાભઃ ૧. આત્મહિતનું જ્ઞાન. ૨. પારમાર્થિક ભાવ સંવર. ૩. નવું જાણવાથી અપૂર્વ સંવેગ વધે. ૪. નિષ્કપતા આવે.
કહે કલાપૂર્ણસૂરિ
...
... ૪૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org