SearchBrowseAboutContactDonate
Page Preview
Page 405
Loading...
Download File
Download File
Page Text
________________ 213. * વૃત્તિ બે પ્રકારે : ૧) મનોવૃત્તિ ૨) સ્પંદનરૂપ વૃત્તિ. ૧) મનોવૃત્તિ ઃ ૧૨મા ગુણઠાણે જાય. ૨) સ્પંદન વૃત્તિ ઃ ૧૪મે ગુણઠાણે જાય. ૧૪મા ગુણઠાણે અયોગી, અલેશી અને અનુદીરક ભગવાન હોય છે. નવપદમાં પાંચ પરમેષ્ઠી ગુણી અને જ્ઞાનાદિ ૪ ગુણ છે. * નવપદનું બહુમાન કરવું એટલે સર્વોત્કૃષ્ટ ગુણી અને સર્વોત્કૃષ્ટ ગુણોનું બહુમાન કરવું. નવપદોનું ત્રણેય યોગથી બહુમાન થવું જોઈએ. મન, વચનનું બહુમાન તો સમજ્યા, પણ કાયાથી બહુમાન શી રીતે થાય ? તે ગુણ જીવનમાં અપનાવવાથી થાય. * નવપદોનું ધ્યાન આપણને નવપદમય બનાવે. એક વખત આત્મા એમાં રસ લેવા લાગે તો દરેક જન્મમાં નવપદ મળે. દા.ત. મયણા-શ્રીપાળ. * કુસંસ્કારો જો દરેક ભવમાં સાથે આવતા હોય તો સારા સંસ્કારો સાથે કેમ ન આવે? સુસંસ્કારોનો સ્ટોક નહિ રાખો તો કુસંસ્કારો તો આવશે જ. એ તો અંદર પડ્યા જ છે. * નવપદો સર્વ લબ્ધિ અને સિદ્ધિઓનું ગૃહ છે. એને હૃદયમાં વસાવો એટલે બધી લબ્ધિઓ અને સિદ્ધિઓ તમારા હાથમાં છે. -ઃ તપપ૬ઃ જાણતાં તિહું નાણ સમગ્ગહ. આજે જૈન સંઘમાં તપનો ખૂબ મહિમા છે. ને એ હોવો જ જોઈએ. એથી જ આપણે ઊજળા છીએ. મનની નિર્મળતા આપનાર તપ છે. ભગવાન જેવા ભગવાન પણ, તે ભવે મોક્ષમાં જનારા છે, એમ જાણતા હોવા છતાં ઘોર તપ કરે છે, તેનું કારણ શું ? તપનો મહિમા સમજવા તીર્થંકરોનું જીવન જ બસ થઈ પડે. ભગવાન મોક્ષમાં જવાનો છું, એમ જાણે છે, તેમ કર્મક્ષય વિના મોક્ષ નથી એમ પણ જાણે છે, કર્મક્ષય તપ વિના નહિ થાય, એ પણ જાણે છે. ૩૯૪ ... Jain Education International For Private & Personal Use Only કહે કલાપૂર્ણસૂરિ www.jainelibrary.org
SR No.001324
Book TitleKahe Kalapurn Suri
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2000
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy