SearchBrowseAboutContactDonate
Page Preview
Page 404
Loading...
Download File
Download File
Page Text
________________ મૈત્રીની આંખે જીવોને જોવા તેતો મિત્રાદષ્ટિનું, સમ્યકત્વથી પણ પહેલાનું લક્ષણ છે. સાધુ તો જીવોને આત્મવત્ જુએ, મૈત્રી તો માનવતાનું પહેલું પગથિયું છે. જે કંઠસ્થર્યા વિના વડીદીક્ષા ન થાય એ દશવૈકાલિકમાં તમે શું ભણ્યા છો? 'सव्वभूअप्पभूअस्स, सम्मं भूआई पासओ ।' સર્વજીવોમાં સ્વજીવને જોનારો સાધુ હોય. તેથી જ સાધુ સર્વભૂતાત્મભૂત કહેવાય. માર્ગનુસારિતામાં રહેલો માણસ પણ જીવોને મિત્રની આંખે જુએ. સાધુ તો સૌ જીવને આત્મવજુએ. બીજામાં એ પોતાનું જ સ્વરૂપ જુઓ. બીજાની હિંસામાં પોતાની, બીજાના અપમાનમાં પોતાનું જ અપમાન જુએ તે સાધુ. * આ બધું હું મારુંવસ્તૃત્વબતાવવા નથી કહેતો. આપણે તો માત્ર આ માધ્યમથી સ્વાધ્યાય કરીએ છીએ. * જીવોની સાથે સંબંધ સુધરતાં જ પરમાત્માની સાથે સંબંધ સુધરવા લાગે છે. * નિર્મળતા, સ્થિરતા અને તન્મયતા આ ક્રમ છે. જે જે અનુષ્ઠાનોથી આત્માની નિર્મળતાદિ થાયતેતે અનુષ્ઠાનોમાં ધ્યાન પરોવવું જરૂરી છે. નિર્મળતાથી સમ્યગ્દર્શન. સ્થિરતાથીઃ સમ્યજ્ઞાન અને તન્મયતાથી સમ્યક ચારિત્ર મળે છે. ધ્યાનમાં ત્રણેયની એકતા થાય છે. આ અવસ્થામાં યોગીઓ સ્વઆત્મામાં જ પરમાત્માને જુએ છે. પછી લાગે છે ? જેટલું શરીર આપણાથી નજીક છે, એથી પણ પરમાત્મા વધુ નજીક છે. પર-શરીરને આપણે પોતાનું માની બેઠા. પોતાના પ્રભુને આપણે પરમાની બેઠા. ભગવાન સાત રાજલોક દૂર નથી, અહીં જ છે, આપણું જ સ્વરૂપ છે, એવું ભાન ત્યારે આવે છે. * અંતરાત્મ-દશા પામેતે જ પરમાત્મદશા પામી શકે. પરમાત્મ- દશાનું સર્ટીફિકેટ છેઃ અંતરાત્મદશા! એ હોય તે જ પરમાત્મા બની કહે કલાપૂર્ણસૂરિ ..... ... ૩૯૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001324
Book TitleKahe Kalapurn Suri
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2000
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy