SearchBrowseAboutContactDonate
Page Preview
Page 403
Loading...
Download File
Download File
Page Text
________________ * દર છ મહિને નવપદની આરાધના આવે. જેથી દર વખતે એની આરાધનામાં નવું નવું સ્ફુરણ થતું જ જાય. નવો નવો ઉલ્લાસ વધતો જ જાય. દર છ મહિને નવપદની એકની એક વાતથી કંટાળી ન જવાય ? એવો પ્રશ્ન પૂછતા હો તો હું કહીશ : તમે રોજ-રોજની એકની એક રોટલીથી કંટાળો છો ? જો ત્યાં કંટાળો નહિ તો અહીં કંટાળો શી રીતે ? :: મવાર, આ. વદ - ૨, ૨૬-૧૦-૯૯. નવપદમાં આત્માને જોવો કે આત્મામાં નવપદને જોવા એનો અર્થ એકેનવપદની દરેક અવસ્થા આત્મામાં અનુભવવી. ભલે આપણે સ્વયં અરિહંત નથી બન્યા, પણ આપણા ધ્યેયમાં તો અરિહંત આવી શકે ને ? સાધ્યમાં તો અરિહંત આવી શકે ને ? આનું જ નામ નવપદની દરેક અવસ્થા આત્મામાં અનુભવવી. આપણો ઉપયોગ નવપદોમાંથી કોઈપણ પદમાં રહે છે ત્યારે આપણી આત્મશક્તિ વધે છે. વિષય-કષાયમાં ઉપયોગ રહે છે ત્યારે આત્મશક્તિનો હ્રાસ થાય છે, એટલું સમજી રાખો. ‘તુમ ત્યારે તબ સબ હી ન્યારા...' ભગવાન (ઉપલક્ષણથી નવપદ) નજીક તો બધા નજીક. ભગવાન દૂર તો બધું જ દૂર. * જ્યારે કોઈના પ્રત્યે પણ અમૈત્રીભાવ આવે ત્યારે કદી વિચાર આવ્યો : હું ‘મિત્તો મે સબ્વમૂછ્યુ’ દિવસમાં બે વાર તો બોલું જ છું ? ૩૯૨ ... Jain Education International For Private & Personal Use Only ..... કહે કલાપૂર્ણસૂરિ www.jainelibrary.org
SR No.001324
Book TitleKahe Kalapurn Suri
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2000
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy