________________
કાયોત્સર્ગમાં મન-વચન-કાયાની ચપળતાની ઈચ્છાનો નિરોધ થાય છે. સ્વાધ્યાય – ૧ ૨ પ્રકારમાં સ્વાધ્યાય જેવો તપ નથી. ‘સન્નાય-સમો તવોથ।' સ્વાધ્યાય એ બગીચાનો કૂવો છે, જ્યાંથી પાણી મળતું રહે છે. જિન-વાણી રૂપી પાણી અહીંથી જ મળે છે ને ?
સ્વાધ્યાય તાજો તેના બધાય યોગો તાજા.
૨૪ ધ્યાનમાંના પ્રથમ ધ્યાનમાં આજ્ઞા વિચયાદિ છે. ભગવાનની આજ્ઞા સ્વાધ્યાય દ્વારા જાણવા મળે છે.
* ‘ધમ્મો મંગલમુક્તિ’ માં સુવર્ણસિદ્ધિ પણ રહેલી છે, એમ પૂર્વાચાર્યોએ કહ્યું છે.
લોઢા જેવા આત્માને સુવર્ણ બનાવનાર ધર્મનો સુવર્ણસિદ્ધિ રસ છે. સ્વાધ્યાયમાં દુષ્ટ ધ્યાન (આર્તધ્યાનાદિ)ની ઈચ્છાનો રોધ થાય છે.
પ્રશ્ન ઃ બીજા પદાર્થોની ઈચ્છા કરવી પડે છે. દુર્ધ્યાન તો પોતાની મેળે થયા કરે છે તો તે ઈચ્છારૂપ શી રીતે ?
ઉત્તર ઃ દુર્ધ્યાન સ્વયં ઈચ્છારૂપ છે. દુર્ધ્યાન કરવાની ઈચ્છા ભલે ન હોય, પણ એ સ્વયં ઈચ્છારૂપ છે. આર્ત્તધ્યાનના ૪ પ્રકારોમાં ઈચ્છા જ દેખાય છે ને ? ઈષ્ટ ન મળવું, અનિષ્ટ મળવું – આ બધું શું છે ? પેલાને ચેલા મળ્યા, મને ન મળ્યા, આ બધી ઈચ્છાઓ જ છે ને ?
પર-પરિણતિ સાથે ખૂબ પરિચય ર્યો છે. સ્વસાથે પરિચય કર્યો જ નથી. પ્રભુ સાથે કદી પરિચય કર્યો જ નથી. પ્રભુ આપણા છે એવું કદી લાગ્યું જ નથી. પ્રભુ માતા, પિતા, ભાઈ, બંધુ, ગુરુ, નેતા, અરે સર્વસ્વ છે, એમ અનુભવીઓ ભલે કહે, પણ એ આપણો અનુભવ બને ત્યારે કામ થાય..
* સ્વાધ્યાયમાં એકાગ્રતા આવી જાય એટલે ધ્યાન મળે.
ધ્યાનના બે પ્રકારઃ ધર્મ ધ્યાન – સાલંબન ધ્યાન – મૂર્તિ આદિનું ધ્યાન. શુક્લ ધ્યાન – આત્માનું ધ્યાન – પરમ ધ્યાન.
પરમાત્મા સાથે એકતા કરાવે તે ધર્મધ્યાન.
આત્મા સાથે એકતા કરાવે તે
શુક્લધ્યાન.
કહે કલાપૂર્ણસૂરિ
Jain Education International
For Private & Personal Use Only
૩૯૧ www.jainelibrary.org