SearchBrowseAboutContactDonate
Page Preview
Page 401
Loading...
Download File
Download File
Page Text
________________ નથી. * પ્રગટેલું સમ્યક્ત્વ ટકાવી રાખીએ તો એ કદી દુર્ગતિમાં ન જ જવા દે. ભલે ૬ ૬ સાગરોપમ તમે સંસારમાં રહો, પણ સમ્યગ્દર્શન કદી દુર્ગતિમાં ન જ જવા દે, ૬૬ સાગરોપમ પછી ક્ષાયોપશમિક સમ્યક્ત્વ ક્ષાયિક બની જાય, મોક્ષપ્રદ જ બને. કુમારપાળ મહારાજા, શ્રેણિક રાજા જેવા તો માત્ર ૮૪ હજાર વર્ષોની અંદર મોક્ષે જવાના. ઈચ્છારોધન તપ નમો. તપને ઓળખવો શી રીતે ? ઈચ્છાનો નિરોધ કરવો તે જ તપ ! તપની આ સંક્ષિપ્ત વ્યાખ્યા સદા યાદ રાખવી. ઉપવાસ કર્યો, પણ આખી રાત દૂધ – રાબડી યાદ આવ્યા તો દ્રવ્ય ઉપવાસ તો થયો, પણ ઈચ્છારોધ ન થયો. અનશનાદિ બાહ્ય તપોમાં બાહ્ય ઈચ્છાઓનો નિરોધ છે. આત્યંતર તપમાં અંદરની ઈચ્છાઓનો નિરોધ છે. અનશનમાં – ખાવાની ઈચ્છાનો. ઉણોદરીમાં – વધુ ખાવાની ઈચ્છાનો. વૃત્તિસંક્ષેપમાં – વધુ દ્રવ્યો ખાવાની ઈચ્છાનો. રસત્યાગમાં – વિગઈઓ ખાવાની ઈચ્છાનો. ૩૯૦ કાયક્લેશમાં – સુખશીલતાની ઈચ્છાનો અને સંલીનતામાં શરીરને આમ તેમ હલાવવાની ઇચ્છાનો રોધ થાય છે. આપ્યંતર તપ : પ્રાયશ્ચિત્તમાં દોષને છુપાવવાની ઈચ્છાનો વિનયમાં – અક્કડ થઈને રહેવાની ઈચ્છાનો વૈયાવચ્ચમાં – સ્વાર્થીપણાની ઈચ્છાનો. સ્વાધ્યાયમાં નિંદા-કુથલીની ઈચ્છાનો ધ્યાનમાં મનની સ્વચ્છંદ વિચરણની ઈચ્છાનો અને Jain Education International For Private & Personal Use Only કહે કલાપૂર્ણસૂરિ www.jainelibrary.org
SR No.001324
Book TitleKahe Kalapurn Suri
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2000
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy