________________
ડૉક્ટરે કહ્યુંઃ માપી પ્રસન્નતા હૈ તો વાત હો અને ખરેખર નેલ્લોર - કારની પ્રતિષ્ઠા મેં કરાવી.
જીવવાની ઈચ્છા ન હોય તેવા દર્દીને ડૉક્ટર પણ બચાવી શકે નહિ. તરવાની ઈચ્છા ન હોય તેવાને ભગવાન પણ તારી શકે નહિ.
* સમતાપૂર્વક તપ કરો તો બેડો પાર થઈ ગયો સમજો. સમતા, ભક્તિ, અને કરુણા તમારા આત્માની નિર્મળતા સૂચવે છે. ભક્તિથી દર્શન, કરુણાથી જ્ઞાન અને સમતાથી ચારિત્ર સૂચિત થાય છે.
* તપ નિકાચિત કર્મોને પણ તોડી શકે? નિષ્કામપણે, નિતુકપણે અને દુર્બાન રહિતપણે થાય તે તપ કર્મક્ષય માટે સમર્થ બની શકે. તે નિકાચિત કર્મોના પણ અનુબંધોને તોડી નાખે.
મારી ૨૦૦ ઓળીનું પારણું થશે. માટે આમ થવું જોઈએ કે તેમ થવું જોઈએ.” એવી કોઈ ઈચ્છા તપસ્વીને ન હોય. વિદ્યા, મંત્ર, જાપ, આત્મશક્તિ ઈત્યાદિ જેમ ગુપ્ત રખાય તો જ ફળે તેમ તપ પણ ગુપ્ત રખાય તો જ ફળે.
હું તો કહું છું દુનિયામાંનામ જામે, કીર્તિ જામે, તે પલિમંથ' છે. પલિમંથ એટલે વિજ્ઞ!” લોકોના ઘસારાથી થતા વિદનો છે.
હું તો ત્યાં સુધી કહીશઃ અપકીર્તિ તો ખૂબ જ સારી ! અપકીર્તિ થઈ તો લોકોનું આવવાનું બંધ! લોકોનું આવવાનું બંધ એટલે સાધના ખૂબ જ સારી રીતે થઈ શકે!
એવું કહેવાય છે કે ચિદાનંદજી મહારાજને જો ખબર પડી જતી કે મને મળવા લોકો ટોળે મળ્યા છે, તો તેઓ તરત જ ભાગી જતા.
* તપથી કર્મોના આવરણ ખસે. આવરણ ખસે તેમ આત્મ-શુદ્ધિ વધે. વધતી જતી સમતા અને પ્રસન્નતા અંદર થતી આત્મ-શુદ્ધિની સૂચના છે.
* ગાથા ગોખી એટલે જ્ઞાનાવરણીય કર્મ ખસ્યું અને ગાથા આવડી. પુનરાવર્તન કરવાનું છોડ્યું તો ગાથા ગઈ. જ્ઞાનાવરણીય કર્મ લાગી ગયું. કારણ કે જ્ઞાનાવરણીય કર્મ સતત ચાલુ જ છે.
જે વાત ગાથા માટે સાચી છે, એ જ વાત સમતા, સંતોષ, સરળતા ઈત્યાદિ ગુણો માટે પણ સાચી છે. જો આપણે એ માટેદરકાર નકરી તો એ ગુણો ગયા. મૂડી ન સાચવો તો જતાં વાર કેટલી? કમાવામાં મહેનત પડે તેમ તેની સુરક્ષામાં પણ ઓછી મહેનત
કહે કલાપૂર્ણસૂરિ ........
••• ૩૮૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org