________________
ક્ષમા વીરસ્થ મૂષક્’ લોકોત્તર સૂત્ર છે. દુશ્મન પર દયા કરવાનું આ ધર્મ શીખવે છે.
સન્નિપાતના રોગીને તમે દવા આપવા જાવ ને પેલો લાફો મારે તો પણ તમે ગુસ્સો ન કરો. કારણ કે તમે દર્દીની લાચારી સમજો છો. - ભગવાન પણ સંગમ આદિની લાચારી સમજે છે. મોહે સંગમ આદિને પાગલ બનાવ્યા છે. પાગલ પર ગુસ્સો શું?
આ દૃષ્ટિકોણ નજર સામે રાખીને જીવીએ તો કોઈના પર પણ ગુસ્સો આવે?
* કોઈના પણ જીવનમાં જ્યારે એવો સંકલ્પ જાગે હું હવે પાપ નહિ કરું સમજી લેજો, ભગવાનની કૃપા ઉતરી.
પાપ - અકરણનો વિચાર પ્રભુ-કૃપા વિના આવી જ ન શકે.
* સભ્યત્વ મળતાં પ્રશમનું સુખ મળે છે, તેમ દુઃખ, દુઃખી જીવોને જોઈ થતું દુઃખ પણ વધે છે. “આ બિચારા ક્યારે ધર્મ પામશે? ક્યારે સુખી બનશે?' એવા વિચારથી સમ્યગ્દષ્ટિ દુઃખી હોય છે.
* નવપદનું વર્ણન તો તમે સાંભળ્યું, પણ નવપદમાં સ્થાન મેળવવાનું મન થયું? નવપદની આરાધનાનું મન થયું?
* નવપદની આરાધનાથી કર્મખપ્યા કે નહિ? તે શી રીતે ખબર પડે? કર્મ ઓછા થવાની નિશાની કષાય - હાસ છે. કષાયો ઘટતા જાય, આવેશ મંદ પડતો જાય, મન પ્રસન્ન છે, એ કર્મો ઘટ્યા તેની નિશાની છે.
ખેદ, સંક્લેશ, ગુસ્સો, આવેશ, વિહળતા, વગેરે વધતા રહે તેમ સમજવું. કર્મ વધી રહ્યા છે.
લેશે વાસિત મન સંસાર.”
નાડ પરથી વૈદ્યને ખબર પડે, લોહી આદિ પરથી ડૉક્ટરને ખબર પડે તેમ મનની પ્રસન્નતા – અપ્રસન્નતાથી આત્માના આરોગ્યની ખબર પડે.
* ડૉક્ટર જયચંદજીએ મદ્રાસમાં કહેલુંઃ હવે આપ રૂમમાંથી બહાર નહિ નીકળી શકો.
મેં કહ્યુંઃ “હુંનીકળીશ. પ્રતિષ્ઠા પણ કરાવીશ મને પ્રભુ પર વિશ્વાસ છે.
૩૮૮ ...
.... કહે કલાપૂર્ણસૂરિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org