________________
બુધવાર. આ.સુદ - ૧૦, ૨૦-૧-૦૯૯, દશેરા.
વ્યવહારથી ઉપાધ્યાયની વ્યાખ્યા જોઈ. નિશ્ચયથી હવે જોઈએ. તપ સજ્ઝાયે રત સદા...’’
66
બાર પ્રકારના તપમાં સ્વાધ્યાય મહત્ત્વપૂર્ણ છે. જ્ઞાનરૂપી ખગ તીવ્ર થાય તેટલું ચારિત્ર જીવનમાં આવે. એટલે અહીં જ્ઞાન અને તપ (ચારિત્ર) એક થઈ જાય છે. આ જ વાત લક્ષ્યમાં રાખીને જ્ઞાનસારમાં ઉપાધ્યાય યશોવિજયજીએ કહ્યું : "ज्ञानमेव बुधा: प्राहुः कर्मणां तापनात् तपः । તદ્દામ્યન્તામેવેટ્ટ, વાનાં તનુપવૃંદમ્ ।।”
અત્યંતર તપને બાધક બને તે તપ જિનશાસનને માન્ય નથી. બાહ્ય માત્ર આંતર તપને સહાયક બને એટલું જ. અત્યંતર તપ વિના ક્રોડ વર્ષ સુધીનું તપ હોય પણ તેનાથી જ્ઞાનીની એક ક્ષણ ચડી જાય.
‘‘બહુ ક્રોડો વર્ષે ખપે, કર્મ અજ્ઞાને જેહઃ
જ્ઞાની શ્વાસોચ્છવાસમાં, કરે કર્મનો છેહ...’'
ઉપાધ્યાય યશોવિજયજી કહે છે ઃ નિશ્ચયથી આપણો આત્મા જ ઉપાધ્યાય છે. કયો આત્મા ઉપાધ્યાય બની શકે ? જે તપ – સ્વાધ્યાયમાં રક્ત હોય, દ્વાદશ અંગનો ધ્યાતા, જગબંધુ અને જગભ્રાતા જ બની શકે.
પ્રશ્ન ઃ ભ્રાતા અને બંધુમાં શું ફરક?
ઉત્તર ઃ સગો ભાઈ ‘ભ્રાતા’ કહેવાય. સમાન ગોત્રીય ‘બંધુઓ’ કહેવાય. એમ ઉપાધ્યાય
કહે કલાપૂર્ણસૂરિ ....
Jain Education International
For Private & Personal Use Only
૩૬૫
www.jainelibrary.org