SearchBrowseAboutContactDonate
Page Preview
Page 377
Loading...
Download File
Download File
Page Text
________________ અહીં માત્ર જગતના બંધુ જ નથી, ભાઈ પણ છે. માટે જ કહ્યુંઃ જગબંધવ – જગભ્રાતા રે....... આપત્તિ વખતે મદદ માટે ભાઈ આવે. રામ-લક્ષ્મણ, પાંચ પાંડવોમાં આ જોઈ શકાય છે. છ મહિના સુધી વાસુદેવ, ભાઈનું મૃતક લઈને ફરે, આટલો સ્નેહ હોય. દેવને આવીને સમજાવવું પડે. આવો ભ્રાતૃભાવ અને બંધુ-ભાવ આપણે જગતના જીવો સાથે રાખી રાખીશું ત્યારે સાધના વેગવંતી બનશે. - સાધુ વદ - “સાહૂળ સંસદિયસંગમાં..... દયા- દમનયુક્ત થઈ સંયમની સાધના કરે તે સાધુ. સાધુની વ્યાખ્યા આપણા જીવનની વ્યાખ્યા બનવી જોઈએ. આગમમાં વ્યાખ્યાકેવી? ને મારું જીવન કેવું? એમતુલના કરવી જોઈએ. આ પંક્તિઓના દર્પણમાં સ્વ-જીવન જોવું જોઈએ. સાધુ, આચાર્ય - ઉપાધ્યાય-ગણિ આદિની સેવા કરે. સેવામાં આનંદ માને પંચ સમિતિ પાળવામાં સાવધાન હોય. ચાલે તો નજર નીચે – ઈસમિતિ. બોલે તો ઉપયોગપૂર્વક. - ભાષાસમિતિ. વસ્તુ લે – મૂકે તો પુંજવાપૂર્વક – આદાનભંડમત્ત નિક્ષેપણા સમિતિ. વહોરે તો ગવેષણાપૂર્વક – એષણા સમિતિ. પાઠવે તો જયણાપૂર્વક – પારિષ્ઠાપનિકા સમિતિ. આવુ એમનું સહજ જીવન હોય. વડીલોની પૂજા કરે તેને જ પરોપકાર વૃત્તિ મળે ને તેને જ સદ્ગ મળે. માટે જ જયવયરાયમાં આ જ ક્રમ કહ્યો છે. 'गुरुजणपूआ परत्थकरणं च सुह-गुरु-जोगो ।' બની શકે ગુરુમાં એવી શક્તિ ન પણ હોય, તોય એમની ભાવપૂર્વક સેવાથી શિષ્યની શક્તિઓ ખીલે જ ખીલે. » કહે કલાપૂર્ણસૂરિ ૩૬૬ ... Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001324
Book TitleKahe Kalapurn Suri
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2000
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy