________________
સોમ, ૧૩-૭-૯૯, દ્વિ, જેઠ વદ-0))
* * “મને જે મળ્યું છે, તે મારા પછીની પેઢીને પણ મળે, સરળ ભાષામાં મળી એવી કરુણાભાવનાથી યશોવિજયજી આદિ મહાપુરુષોએ ગ્રંથોનું સર્જન કર્યું છે.
રસ્તામાં આવતા માઈલસ્ટોનો કે બોર્ડે જેમ પાછળ આવનારા માટે મહત્વના બની રહે છે, તેમ ગ્રંથો પણ સાધકો માટે સાધના-માર્ગમાં મહત્ત્વના છે, ખૂબ જ મહત્ત્વના છે.
મિત્રાદિ ૪ દૃષ્ટિમાં ક્રમશઃ બહિરાત્મભાવ ઓછો થતો જાય છે. સંપૂર્ણ બહિરાત્મભાવનો નાશ તો પાંચમી દૃષ્ટિ (૪થું ગુણ.)માં જ થાય. ૪થે મિથ્યાત્વ જાય, પમે અવિરતિ જાય, છઠે સંપૂર્ણપણે અવિરતિ જાય, ૭મે પ્રમાદ જાય, ૧૨મે કષાય+ મોહ જાય. (અંતરાત્મ દશા) ૧૩મે અજ્ઞાન જાય, ૧૪મે યોગ જાય. (પરમાત્મ દશા)
સાધનાનો પ્રારંભ ૪થા ગુણસ્થાનકથી થાય.
* જેટલા અંશે પરસ્પૃહા, તેટલા અંશે દુઃખ! ધન, માન, પદ, પ્રતિષ્ઠા વગેરેની સ્પૃહા વધુ ને વધુ દુઃખી બનાવનારી છે, એનોંધી લેવું જોઈએ. આ બધાથી નિઃસ્પૃહતા વધતી જાય તેમ તેમ આનંદ વધતો જાય. આ જ જીવનમાં આનો અનુભવ કરી શકાય.
નિઃસ્પૃહતા એટલે સમતા. સમતામાં સુખ,
સ્પૃહા એટલે મમતા. મમતામાં દુઃખ. * શક્તિરૂપે (બીજરૂપે) આપણે પરમાત્મા છીએ, પણ વ્યક્તિરૂપે અત્યારે
કહે કલાપૂર્ણસૂરિ .....
Jain Education International
For Private & Personal Use Only
૨૫ www.jainelibrary.org