SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ અંતરાત્મા થઈએ તોય ઘણું! અત્યારે આપણે જો બહિરાત્મા છીએ તો શક્તિથી અંતરાત્મા અને પરમાત્મા છીએ. જો આપણે અંતરાત્મા છીએ તો શક્તિથી પરમાત્મા છીએ. * વાણીનો પ્રયોગ ક્યાં સુધી? કાયાની – મનની પ્રવૃત્તિ ક્યાં સુધી? કેવળીઓ પણ ત્રણેય યોગનો નિરોધ ૧૪મગુણઠાણે કરે. એનો અર્થ એ થયો? ત્રણેય યોગોની સભ્ય પ્રવૃત્તિ કેવળીને પણ હોય. પરમાત્મા તો - પરબ્રહ્મસ્વરૂપ છે જ, પણ અમે તો એમના વચનથી પણ પરબ્રહ્મની ઝલક અનુભવીએ છીએ.” એમ યશો વિ. ખુમારીપૂર્વક કહે છે. આ અભિમાન નથી, અનુભવની ઝલકથી ઉત્પન્ન થતી ખુમારી છે. * જ્ઞાનસારમાં “બ્રહ્માધ્યયન નિષ્ઠાવાનું આવે છે. બ્રહ્માધ્યયન કર્યું સમજવું? પરબ્રહ્મ – અધ્યયન એટલે આચારાંગનું પ્રથમ શ્રુતસ્કંધ ! * ‘પ્રભુ-પદ વળગ્યા તે રહ્યા તાજા, અળગા અંગ ન સાજા રે પદ એટલે ચરણ. ચરણનો પગ સિવાય બીજો અર્થ ચારિત્ર પણ છે, ચારિત્ર એટલે આજ્ઞાપાલન. આજ્ઞાપાલન જેમણે ક્યું તેઓ તરી ગયા. આજ્ઞા- ખંડન ક્યું તેઓ ડૂબી ગયા. પૂ. ઉપા. મ. પોતાની સ્થિતિ નિખાલસપણે સ્પષ્ટ કરતાં કહે છે : अवलम्ब्येच्छायोगं पूर्णाचाराऽसहिष्णवश्व वयम् । भक्त्या परममुनीनां, तदीय - पदवीमनुसरामः ।। ઈચ્છાયોગનું આલંબન લઈને અમે ચારિત્ર પાળીએ છીએ. પૂર્ણ શાસ્ત્રમાં લખ્યું છે તેવું) આચાર પાળવા અમે સમર્થ નથી. પરમ મુનિઓની ભક્તિથી અમે તેમના માર્ગને અનુસરવાનો પ્રયત્ન કરીએ છીએ. “શ્રત - અનુસાર નવિ ચાલી શકીએ, સુગુરુ તથાવિધ નહિ મળે રે; ક્રિયા કરી નવિ સાધી શકીએ, એ વિખવાદ ચિત્ત સઘળે રે...' આમ સ્વયં પૂર્વમહાપુરુષો બોલતા હોય ત્યારે હું જ શાસ્ત્રાનુસારી, બીજા મિથ્યાત્વી, એમ તો કોઈ મૂઢ જ બોલી શકે. * પ્રશ્ન: ભાવ નમસ્કાર મળી ગયા પછી ગણધરો નમુત્થણ વગેરે દ્વારા શા માટે નમસ્કાર કરે? ૨૬ ••• .... કહે કલાપૂર્ણસૂરિ www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.001324
Book TitleKahe Kalapurn Suri
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2000
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy