________________
આપણું ભવિષ્ય છે.
બહિરાત્મદશામાં પ્રભુ દૂર છે; ભલે પછી સામે જ સમવસરણમાં કેમ બેઠા ન હોય ! આ દૂરી ક્ષેત્રની નથી, ભાવની છે. ભગવાન ભલે ક્ષેત્રથી દૂર હોય, પણ ધ્યાનથી અહીં જ હાજર છે, જો મન-મંદિરમાં આપણે પ્રભુને પધરાવીએ.
કોઈને નવું ધ્યાન શીખવું પડતું નથી. ધ્યાન શીખેલું છે. અલબત્ત, અશુભ ધ્યાન, આર્ત્ત-રૌદ્ર ધ્યાન ! હવે એને શુભમાં બદલવાની જરૂર છે. ‘“ધર્મધ્યાન – શુકલધ્યાન ન ધ્યાયા.’’ અત્યારે શુકલધ્યાનનો અંશ પણ ન આવી શકતો હોત તો આમ લખ્યું ન હોત! ‘શરીર હું છું’ – બહિરાત્મા,
‘આત્મા હું છું’ - અંતરાત્મા,
B
‘પરમ ચૈતન્ય હું છું’ (કર્મો જતા રહ્યા છે.) – પરમાત્મા.
વિષય – કષાયોનો આવેશ, તત્ત્વની અશ્રદ્ધા, ગુણ દ્વેષ, (પોતાનામાં તો ગુણ ન હોય, ગુણીનો પણ દ્વેષ હોય.) આત્માનું અજ્ઞાન – આ બધા બહિરાત્માના લક્ષણો
છે.
તત્ત્વશ્રદ્ધા, આત્મજ્ઞાન, મહાવ્રતોનું ધારણ, નિરતિચાર પાલન, અપ્રમાદ, આત્મજાગૃતિ, મોહનો જય (પરમાત્માને ક્ષય હોય.) આ બધા અંતરાત્માના લક્ષણો છે.
મોહનો ઉદય ઃ બહિરાત્મા : ૧ થી ૩ ગુણસ્થાનક. મોહનો જય ઃ અંતરાત્માઃ ૪ થી ૧૨ ગુણસ્થાનક. મોહનો ક્ષય ઃ પરમાત્મા ઃ ૧૩
૨૪
Jain Education International
-
૧૪ ગુણસ્થાનક + મુક્તિ
For Private & Personal Use Only
કહે કલાપૂર્ણસૂરિ
www.jalla.ibrary.org