SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ વિરહ વિના પ્રભુ કેમ મળે ? આનંદઘનજીના પદો – સ્તવનો વાંચો. વિરહ વેદના છલકાતી દેખાશે. પ્રશ્ન : સંયોગ થયો હોય તો વિરહ લાગે... પણ પ્રભુનો સંયોગ જ ક્યાં થયો છે ? ઉત્તર ઃ આ જ આપણી ભૂલ છે. પ્રભુ તો સદા સાથે છે જ, પણ આપણે કદી તે તરફ જોયું જ નથી. બોલો, ક્યારેય નિર્મળ આનંદ નથી આવ્યો ? આનંદ પ્રભુ વિના શી રીતે આવી શકે ? એ આનંદ મેળવવા કદી તડપન જાગી ? અંધકારમાં રહેલો માણસ ક્યારેક પ્રકાશનું એકાદ કિરણ જુએ તો તેને ફરી મેળવવા અવશ્ય લલચાવાનો ? જેમ પેલો સેવાળમાં રહેલો કાચબો, શારદી પૂનમનો વૈભવ ફરી જોવા લલચાયેલો. * બધા ધોબીઓ તમારી કપડા ધોવાની કળા પાસે હારી જાય, એટલા સફેદ કપડા તમે ધોઈને કરી શકો છો. આ કળા હસ્તગત થઈ ગઈ, પણ આત્મા, જે અનાદિકાળથી મલિન છે, તેની શુદ્ધિ કરવાની કળા હસ્તગત કરવા જેવી છે, તેવું કદી લાગ્યું ? * આયંબિલમાં બે આગાર વધુ : (૧) ઉક્ખિત્ત વિવેગેણં, (૨) પુડુચ્ચમક્ખિએણં કોઈ વખતે એકાસણાના આહાર સાથે આયંબિલનો આહાર આવી જાય તો થોડા સ્પર્શથી દોષ ન લાગે. તેલ કે ઘીવાળા હાથથી રોટલી માટેનો લોટ તૈયાર કરે તો નીવીવાળાને કલ્પે, આયંબિલવાળાને નહિ. આગાર શા માટે ? વ્રતનો ભંગ મોટો દોષ છે. થોડું પણ પાલન ગુણકારી છે. ધર્મમાં ગુરુ-લાઘવ જોઈએ. માટે જ આગારો છે. આગારોમાં આશય એ છે કે કેમેય કરીને પચ્ચક્ખાણનો ભંગ ન થવો જોઈએ. ગુરુ – લાઘવની વિચારણા ન હોય તો વેપાર ન થઈ શકે, તેમ ધર્મ પણ ન થઈ શકે. વેપારમાં કેટલીયેવાર બાંધછોડ કરવી પડે છે, તેમ ધર્મમાં પણ કરવી પડે છે. આપણા વ્રતો ભાંગી ન જાય, માટે જ્ઞાનીઓએ કેવી તકેદારી રાખી છે ? કહે કલાપૂર્ણસૂરિ Jain Education International For Private & Personal Use Only ૩૪૫ www.jainelibrary.org
SR No.001324
Book TitleKahe Kalapurn Suri
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2000
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy