SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ આગાર એટલે અપવાદ. અપવાદનો છૂટથી પ્રયોગ ન કરી શકાય. કોઈ વૈદ્ય કે ડૉક્ટર વગેરે, કોઈ રોગના કારણે કહે કે – હમણાં જ•દવા આપવી પડે તેમ છે. તો ત્યારે પચ્ચક્ખાણ હોવા છતાં દવા આપી શકાય. આ અપવાદ છે. બધામાં સમાધિ મુખ્ય છે. પચ્ચક્ખાણ અભંગ રહે, પણ સમાધિ અભંગ ન રહે તો પચ્ચક્ખાણ શા કામના ? પચ્ચક્ખાણ પણ આખરે સમાધિ માટે છે. આગારનો અર્થ છે ઃ સમાધિ માટે પચ્ચકખાણમાં અપાતી છુટ. પ્રશ્ન ઃ સિંગતેલ વિગઈમાં ગણાય ? ઉત્તર ઃ વિગઈ કોને કહેવાય ? વિકૃતિ પેદા કરે તે વિગઈ ? એ અર્થમાં બધા જ તેલ વિગઈ સમજી લેવા. આખરે આપણી આસક્તિન વધે તેમ કરવાનું છે. આ તેલ વિગઈમાં ન ગણાય, એમ સમજીને વિગઈનો રસ પોષ્યા કરવો, આત્મવંચના ગણાશે. * અપ્રમાદનો અભ્યાસ આ જ જન્મનો છે, પ્રમાદનો અભ્યાસ અનંતા જન્મોનો છે. માટે જ એને જીતવો દુર્જય છે. મદ્ય, નિદ્રા, વિષય, કષાય, નિંદા આદિ પ્રમાદ છે. આ પાંચ મોઢાવાળા પ્રમાદને કેમ ઓળખવો ? કેમ જીતવો ? એને ઓળખવામાં ચૌદપૂર્વીઓ પણ થાપ ખાઈ ગયા છે. પૂર્વના વીર પુરુષોને યુદ્ધમાં પ્રમાણ કરતા તે પહેલા પત્નીઓ વિદાય - તિલક કરતી. યા તો વિજય, ચા તો સ્વર્ગ! આ બે જ વિકલ્પ યોદ્ધા પાસે હેતા. મોક્ષની સાધનામાં પણ આવો સંકલ્પ લઈને નીકળવાનું છે. કાચા પોચાનું અહીં કામ નથી. ૩૪૬ ... Jain Education International For Private & Personal Use Only કહે કલાપૂર્ણસૂરિ www.jainelibrary.org
SR No.001324
Book TitleKahe Kalapurn Suri
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2000
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy