________________
શુક્રવાર, ૧-૧૦-૯૯, આ. સુદ-૬,
* સાધુ માટે સર્વવિરતિ સામાયિક, જીવનભર સમતા રહી શકે, તેવી જીવન પદ્ધતિ.
શ્રાવક માટે દેશવિરતિ સામાયિક, સર્વવિરતિ સામાયિક માટેની પૂર્વભૂમિકા. પણ આ બન્નેનું મૂળ સમ્યત્વ સામાયિક છે.
સમ્યકત્વ બધાનો પાયો છે. પાયો મજબૂત તો ઈમારત મજબૂત ‘તમેવ સર્વા નીસંવ નિહિંવેરૂમં ” આવી અતૂટ શ્રદ્ધા સભ્યત્વમાં હોય છે.
* હું જે ઔષધિથી નીરોગી બન્યો એ ઔષધિથી બીજા પણ કેમ નીરોગી ન બને ? મેં જે વ્યાધિનું દુઃખ ભોગવ્યું છે, તે દુઃખ બીજા કોઈ ન ભોગવે, એવી વિચારણા ઉત્તમતાની નિશાની છે.
જે ડૉક્ટર પાસે કે હૉસ્પીટલમાં જવાથી સારું થયું હોય, તે ડૉક્ટરને તે હૉસ્પીટલની ભલામણો ઘણા કરતા હોય છે.
ભગવાન પણ આવા છે. એમને જે ઔષધથી ભવ-રોગ મટ્યો, એ ઔષધ તેઓ આખા જગતમાં વહેંચવા ઈચ્છે છે. આવી પ્રબળ ઈચ્છાથી જ તેમણે તીર્થંકર નામકર્મ
બાંધ્યું.
જેટલો પુરુષાર્થ પોતાના આત્માને સંસારના કેદખાનામાંથી છોડાવવા કર્યો તેટલો જ પુરુષાર્થ એમણે બીજા જીવોને છોડાવવા ર્યો છે.
આથી જ ભગવાન કહે કલાપૂર્ણસૂરિ ........
••• ૩૪૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org