________________
અપરાધ છે. એ અપરાધ બીજા કોઈનો નહિ, આપણે જ અપરાધ છે.
જ્યાં આત્મતુલ્યદૃષ્ટિથી જીવન જીવાતું રહે છે, ત્યાં સ્વર્ગ ઉતરે છે. જ્યાં આ દૃષ્ટિ નથી ત્યાં નરક છે.
ગુજરાતમાં કુમારપાળના પ્રભાવે અહિંસા, આજે પણ કંઈક જળવાઈ રહી છે, જ્યારે બીજે તો બકરા કાપવા કે ચીભડાં કાપવા, સરખું જ લાગે. અને કેટલીયે જગ્યાએ આવા દૃશ્યો જોયા છે.
આત્મતુલ્યદૃષ્ટિ ન હોય ત્યાં આવું જ હોય.
કર્મના બંધ અને સત્તાકાળ ભયંકર નથી લાગતા, પણ ઉદય ભયંકર છે. ઉદય વખતે તમારું કે મારું કાંઈ નહિ ચાલે, અત્યારે અવસર હાથમાં છે. સત્તામાં પડેલા કર્મોમાં ફેરફાર કરી શકો છો. કર્મબંધનમાં સાવધાની રાખી શકો છો.
ઉદય વખતે કાં તો રડો કાં તો સમાધિપૂર્વક સહો. આ બે સિવાય ત્રીજો કોઈ વિકલ્પ નથી.
૭૪૨ ...
..... કહે કલાપૂર્ણસૂરિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org