________________
શુભ ઉપયોગ તો શુભકર્મ. શુદ્ઘ ઉપયોગ તો કર્મની નિર્જરા.
* સમ્યગ્દષ્ટિનું પ્રથમ લક્ષણ છે ઃ શમ. સૌ પ્રત્યે સમતાભાવ.
કોઈને તમે એક જ વાર મારો છો ને તમારા તમે અનંત મરણો નિશ્ચિત કરો છો. કારણ કે તમે બન્ને એક જ છો. બીજાને મારો છો ત્યારે તમે તમારા જ પગમાં કુહાડો મારો છો. મારાથી જેમ મારો પગ જુદો નથી, તેમ જગતના જીવો પણ આપણાથી જુદા નથી. જીવાસ્તિકાયરૂપે આપણે એક છીએ. આત્મા અસંખ્ય પ્રદેશી છે. તેમ જીવાસ્તિકાય અનંત પ્રદેશી છે.
જીવાસ્તિકાય એક જ છે. એટલે કે આપણે જીવાસ્તિકાય રૂપે એક જ છીએ. જે આ રીતે એકતા જુએ તે કોઈની હિંસા કઈ રીતે કરી શકે ? તેને બીજાનું દુઃખ, બીજાની પીડા, બીજાનું અપમાન પોતાનું જ લાગે. ‘સતિ નામ તુમેવ, ન મંતવ્યંતિ મતિ '
બીજાને દુઃખ આપીએ છીએ ત્યારે ખરેખર આપણી જાતને જ દુઃખ આપીએ છીએ. એથી ઉલ્ટું, બીજાને સુખ આપીએ છીએ ત્યારે આપણી જાતને જ સુખ આપીએ છીએ.
તીર્થંકરો આના ઉત્તમ ઉદાહરણો છે.
* નવું નવું નહિ ભણીએ તો ચેતનાનો ઉન્મેષ શી રીતે થશે ? આત્મવિકાસ શી રીતે થશે ?
વસ્ત્રો ધોવા, ગોચરી વગેરે જરૂરી લાગે તો આત્મશુદ્ધિના અનુષ્ઠાનો જરૂરી નથી લાગતા?
અનુકૂળતામાં જ જીવન પૂરી કરી દઈશું તો આ બધું ક્યારે કરીશું ? આગમો ક્યારે
વાંચીશું ?
પક્ષ્મિસૂત્રમાં દર ચૌદશે બોલીએ છીએ: ‘“નમિંનિિદગં' તો મિચ્છામિ
ક્કડ
પણ અહીં ભણે જ કોણ છે ? બધું જ ભણવાનું પૂરું થઈ ગયું ? કાંઈ જ બાકી નથી
રહ્યું?
બીજાને જે સ્વતુલ્ય જુએ તે જ સાચો દષ્ટા છે. એ રીતે ન જોવું તે મોટો
કહે કલાપૂર્ણસૂરિ
Jain Education International
For Private & Personal Use Only
... ૩૪૧
www.jainelibrary.org