SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ પાપો પણ દૂર થઈ જાય છે. ઝાંઝરીયા મુનિના ઘાતક રાજાને પશ્ચાત્તાપ થયો ત્યારે મુનિ – હત્યાનું જ પાપ નહિ, જન્મ -- જન્માંતરોના પાપ પણ નષ્ટ થઈ ગયા. રાજા કેવળી થયો. જ્યારે તમે વસ્ત્રનો ડાઘ સાફ કરવા ધુઓ છો, ત્યારે માત્ર ડાઘ જ સાફ નથી કરતા વસ્ત્ર આખુંય સાફ કરો છો. * પાણીની જેમ તમે ઘી નથી ઢોળતા. જરૂરથી વધારે રૂપિયા નથી વાપરતા તો વાણી કેમ વાપરો છો ? મન કેમ વાપરો છો ? અસંક્લિષ્ટ મન તો રત્ન છે, આંતરિક ધન છે. એને કેમ વેડફવા દેવાય ? चित्तरत्नमसंक्लिष्टम् आन्तरं धनमुच्यते । આપણી વાણી કેટલી કિંમતી છે ? મૌન રહીને જો વાણીની ઊર્જાનો સંયમ કરીશું તો આ વાણી અવસરે કામ લાગશે, નહિ તો એમ ને એમ વેડફાઈ જશે. અવળા વિચારો કર્યા કરીશું તો શુભ ધ્યાન મનથી જો દુર્ધ્યાન કરીશું, આડા માટેની ઊર્જા ક્યાંથી બચશે ? વાણી પ્રભુના ગુણો ગાવા મળી છે. તંત્ર સ્તોત્રા જ્યાં ધ, પવિત્રાં સ્વાં સરસ્વતીમ્। આ વાણીથી કઠોર વચન શી રીતે નીકળે ? કોઈની નિંદા શી રીતે થઈ શકે ? - આ મન પ્રભુનું ધ્યાન ધરવા માટે છે, ત્યાં બીજાનું ધ્યાન શી રીતે ધરાય ? રાજાને બેસવા લાયક સિંહાસન પર ભંગીને કેમ બેસાડાય ? જો આપણે આ મન-વચન-કાયાના યોગોનો દુરુપયોગ કરીશું તો એવી ગતિમાં જવું પડશે જ્યાં મન અને વચન નહિ હોય. શરીર મળશે ખરું પણ અનંત જીવો માટે એક જ ! એક શ્વાસમાં ૧૭ વખત મૃત્યુ, ૧૮ વખત જન્મ થાય, પૂરા મુહૂર્તમાં ૬ ૫૫૩૬ વખત જન્મ – મરણ થાય, તેવા નિગોદમાં જવું પડશે. એકવાર ત્યાં ગયા પછી નીકળવું કેટલું મુશ્કેલ છે ? અત્યારે આપણે ટેકરીની એવી કેડી પરથી ચાલી રહ્યા છીએ કે એક તરફ ખાઈ ને બીજી તરફ શિખર છે. સ્હેજ ચૂક્યા તો ખાઈ તૈયાર છે – નિગોદની ખાઈ ! શિખર – ઉર્ધ્વગતિ માટે પ્રયત્ન જોઈશે, ભયંકર પુરુષાર્થ જોઈશે. પ્રભુ-કૃપાથી જ આ શક્ય બને. પ્રભુની અનન્યભાવે શરણાગતિ સ્વીકારો. કહે કલાપૂર્ણસૂરિ .... Jain Education International For Private & Personal Use Only ... ૩૧૯ www.jainelibrary.org
SR No.001324
Book TitleKahe Kalapurn Suri
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2000
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy