________________
તપના જ નહિ, કોઈપણ ગુણ કે અવગુણના સંસ્કારો સાથે ચાલે.
* પાંચ પરમેષ્ઠી કરૂણાના ભંડાર છે. કરૂણા પરાકાષ્ઠાએ ન પહોચે તો ભગવાન તીર્થંકર નામકર્મ બાંધી શકે નહિ. દુઃખી જીવોની દયાનો અભાવ હોય ત્યાં કરૂણા હોઈ શકે? કરૂણાદ્ધ ચિત્ત, દુઃખત્રસ્ત જીવની ઉપેક્ષા કરી શકે નહિઉપેક્ષા કરે તેનામાં કરૂણા આવી ન કહેવાય, ધ્યાન પરિણમ્યું ન કહેવાય.
નવકાર આત્મસાત્ કરવાથી કરૂણા વધવાની, ગુણો વધવાના, દેવ-ગુરુ ભક્તિ વધવાની.
* બીજાના ગુણોને જોઈને તમે રાજી થયા, એટલે એ ગુણો તમારામાં આવવા શરૂ થયા એમ માનજો. અત્યારે આપણને પોતાના ગુણો માટે પ્રમોદ છે. બીજાના ગુણ માટે પ્રમોદ ખરો?
ગુણો કેમ રોકાયેલા છે? અભિમાનના કારણે. બીજી માતા નમ્રતાનો સંચાર કરી ગુણોના દ્વારા ખોલી આપે છે.
નવકારમાં છ વાર નમો આવે છે. ૧૦૮ નવકારમાં ૬૪૮ વાર નમો આવે છે. તમે કેટલી માળા ગણી? હવે નમ્રતા કેટલી વધી? નવકાર ગણ્યા પછી નમ્રતા વધવી જોઈએ.
નમ્ર જ ભક્ત બની શકે, નમ્ર જ પ્રમોદ કેળવી શકે, નમ્ર જ ગુણોને આમંત્રણ આપી શકે.
* લોકોની ભાષા અલગ, ભક્તની અલગ! લોકો કહે છે ભગવાન વીતરાગ છે, ભગવાનને કાંઈ લેવા-દેવા નથી.
ભક્ત કહે છેઃ ભગવાનકરૂણાશીલ છે. ભગવાન બધું જ આપે છે. ‘વંશંકરસિ’ દ્વારા છાતી ઠોકીને માનતુંગસૂરિ કહે છેઃ ભગવન્! તમે જ સુખ કરનારા શંકર છો.
આપનારા ભગવાન છે. તમે શું આપવાના? ૧૦-૨૦ માળની બિલ્ડીંગ બનાવી એટલે ભીખારી અને કૂતરાના રોટલા તો ગયા, પણ અમારા ધર્મલાભ પણ ગયા.
દયા-દાન ગયા, બહારવોચ મેન ઉભો છે. કોઈ આવે તો ખરો!
કહે કલાપૂર્ણસૂરિ ...
•.. ૩૦૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org