SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ शोभा नराणां प्रियसत्यवाणी પ્રિય અને મધુર વાણી તમારી શોભા છે. તમારી વાણી કેવી ? વાણીથી દોસ્તી થાય, વાણીથી દુશ્મની થાય. બધા તમારા મિત્રો ખરા કે નહિ ? કે કોઈ દુશ્મન ખરો ? આરાધના કરવા આવતા પહેલા બધા સાથે મિચ્છામિ દુક્કડમ્ કરીને આવ્યા છોને ? પહેલા મૈત્રી, પછી શુદ્ધિ, પછી સાધના. ★ પ્રભુ સાથે સંબંધ જોડવો હોય તો સૌ પ્રથમ નામ સાથે સબંધ જોડવો જોઈએ. આપણને ઉતાવળ છે. સીધા જ સીમંધરને મળવા માંગીએ છીએ, પણ ‘સીમંધર’ આ નામ અહીં જ છે, એની સાથે પહેલાં સંબંધ જોડોને ? કોણ અટકાવે છે ? જે થઈ શકે તેવું કરે નહિ, તેને ન થઈ શકે તેવું કેવી રીતે મળી શકે ? નામ ફોન છે. તેના દ્વારા પ્રભુ સાથે સંબંધ જોડી શકાય. રાજનાંદગાંવમાં અમારા જમાનામાં પોસ્ટ ઓફિસ પર એક જ ફોન હતો. લગાડવા માટે ત્યાં જવું પડે. ૦।।-૧ કલાક વાટ જોવી પડે. અત્યારે તો પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. નામ લેતાં જ તમે પ્રભુ સાથે સંબંધ જોડો છો ? * છ આવશ્યકો પૂરા જીવનમાં હોવા જોઈએ. એ ભૂલી ગયા એટલે મહાપુરુષોએ પ્રતિક્રમણમાં જોડી દીધા. સામાયિક, ચતુર્વિશતિસ્તવ વગેરે સતત કરવાના છે. પ્રતિક્રમણ એટલે પાપથી પાછળ હટવું, સતત પાપથી પાછળ હટવાનું છે. ૪ માતાની બરાબર સેવા કરીએ તો પાંચમા પરમપિતા પરમાત્માનું મિલન થાય જ. શરત એ જ છે કે આપણે વિનયી હોઈએ. વિનીત પુત્રને જ પિતાનો વારસો મળે ને! * પરોપકાર આવે, તેના જીવનમાં સદ્ગુરૂનો યોગ થાય જ. જયવીચરાયમાં આ જ ક્રમ બતાવ્યો છે ઃ ‘પરલ્થ – રણં ચ । સુહ ગુરુ નોનો’કેટલાય પરમાર્થના કાર્યો કરનારા અમારા સંપર્કમાં આવ્યા છે ને તેમણે આનંદ વ્યક્ત કર્યો છે. * દુ:ખી જોઈને તમારૂં હૃદય કંપી ન ઉઠે તો ક્યું ધ્યાન કહેવાય ? દુર્ધ્યાન કે શુભ ન ધ્યાન? જે ધ્યાન તમને દુઃખી પ્રત્યે સંવેદનશીલ ન બનાવે તે ધ્યાન ખાડામાં પડો ! એવા કહે કલાપૂર્ણસૂરિ Jain Education International ..... For Private & Personal Use Only ૨૯૭ www.jainelibrary.org
SR No.001324
Book TitleKahe Kalapurn Suri
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2000
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy