________________
* પહેલી માતા જ્ઞાન, બીજી ભક્તિ, ત્રીજી વિરતિ અને ચોથી સમાધિ આપે. * જગતસિંહ શેઠે ૩૬૦ ને ક્રોડપતિ બનાવ્યા. અરિહંત પ્રભુના શાસનમાં જ આવું થઈ શકે. ૩૬૦ તરફથી રોજ નવકારશી ચાલે. નવા આગંતુક સાધર્મિકને દરેક તરફથી એટલું મળતું કે એ તરત જ શ્રીમંત બની જતો.
* પં. ભદ્રંકર વિ.મ.સા. એ આપ્યું તે તમે ભૂલી જાવ ? તમે ભલે ભૂલી જાવ. પણ હું ન ભૂલું.
ભા. વ. ૧૦, બોટ, તા. ૪-૧૦-૯૯
* સાગરમાં નાનકડું ટીપું ભળે કે નદી ભળે, સાગર તેને પોતાનું સ્વરૂપ જ આપી દે, સાગર જ બનાવી દે.
પ્રભુ પાસે જે આવે તેને પ્રભુ પોતાના જેવો જ, પ્રભુ જ બનાવી દે. પ્રભુનો પ્રેમ એટલે તેમની મૂર્તિનો, નામનો અને આગમનો પ્રેમ.
ભક્તિને મહાપુરુષો જીવન્મુક્તિ માને છે. જીવન્મુક્તિ મળેલી હોય તેને જ મુક્તિ મળી શકે. ભક્તિ વિના નવપૂર્વી પણ મુક્તિ મેળવી શકે નહિ.
‘સ્પિન્ પરમાત્મનિ પરમપ્રેમરૂપા મત્તિ:’ એમ નારદીય ભક્તિસૂત્રમાં લખ્યું છે. શ્રેણિકે આ પ્રેમરૂપ ભક્તિથી જ તીર્થંકર નામકર્મ બાંધ્યું.
જ
ભગવાનને છોડીને ધ્યાન નહિ થાય, બેધ્યાન થશે, દુર્ધ્યાન થશે. જ્યાં ભગવાન ન હોય તેને કદી ધ્યાન માનશો નહિ, તેવા ધ્યાનથી ભરમાશો નહિ.
કહે કલાપૂર્ણસૂરિ
Jain Education International
For Private & Personal Use Only
૨૯૭
www.jainelibrary.org