SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ * શ્રાવક દુર્ગાદાસે, પૂ. દેવચન્દ્રજીને કહ્યુંઃ ભગવન્! આપ તો અધ્યાત્મરસમાં મહાલો છો. અમારા પર ઉપકાર થાય એવું આપ કાંઈક કરી શકો? કોઈ રચના કરી. - દુર્ગાદાસની આ વિનંતિથી શ્રી દેવચન્દ્રજીએ અધ્યાત્મગીના બનાવી છે. નાનકડી કૃતિ, પણ અધ્યાત્મરસથી ભરેલી છે. પૂ. દેવચન્દ્રજીએ દુર્ગાદાસને મિત્ર તરીકે ઉલ્લેખ્યો છે. * ભક્તિ અને વિરતિ શુદ્ધભાવથી તમે અપનાવો, પછી તમને ધ્યાનમાં પહોંચાડવાની જવાબદારી મારી. સમગ્ર જીવરાશિ પરની ભાવ કરૂણા જ ભગવાનને ભગવાન બનાવે છે. ભક્તિથી પ્રભુ પ્રત્યેનો સમર્પણ ભાવ, વિરતિથી જીવો પ્રત્યેનો મૈત્રીભાવ જાગે. આ બંનેથી સમાધિ મળે જ. પહેલીમાતા (વર્ણમાતા) જ્ઞાન આપે. બીજી માતા (પુષ્યમાતા નવકાર) ભક્તિ આપે. ભગવાનની ભક્તિ નામાદિ ૪ પ્રકારે થઈ શકે છે. ત્રીજી ધર્મમાતા, અષ્ટપ્રવચનમાતા વિરતિ આપે. ચોથી ધ્યાનમાતા, ત્રિપદી સમાધિ આપે. * આકાળમાં આજ્ઞા કદાચ ન પાળી શકાય, પણ આજ્ઞા પર આદર હોય તો ય તરી જવાય. સૂત્ર અનુસાર વિચારી બોલું, સુગુરુ તથાવિધ ન મિલે; ક્રિયા કરી નવિ સાધી શકીએ, એ વિખવાદ ચિત્ત સઘળે. પૂ. આનંદઘનજીના આ ઉદ્ગારો પર વિચારજો. * મહાપુરુષોના ગ્રન્થો મળવા એટલે મહાપુરૂષો સાથે મિલન થયું સમજવું. આનંદઘનજી, દેવચન્દ્રજી જેવા યોગીઓની કૃતિઓ આપણને મળે છે. તે આપણા અહોભાગ્ય છે. * પુત્ર- પિતા, પતિ-પત્ની વગેરે તમારા સંબંધોની પ્રીતિ સ્વાર્થયુક્ત છે, મલિન 268.ternational .... કહે કલાપૂર્ણસૂરિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001324
Book TitleKahe Kalapurn Suri
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2000
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy