________________
ભગવાનને યાદ રાખવા એ જ સંપત્તિ.
આ દૃષ્ટિ ખુલી જાય તો દુઃખ પણ સુખરૂપે લાગે, સુખ પણ દુઃખ લાગે. તત્ત્વ પામ્યાની આ જ નિશાની છે..
* ભુજમાં ગાયના કારણે ધક્કો લાગ્યો. ફ્રેકચર થયું. મને ઊભો કરવામાં આવ્યો, પણ હું ચાલી શકું નહીં. એક પગબરાબર, ચાલવાતૈયાર, પણ બીજો પગ બરાબરનહીં. બીજા પગની સહાયતા વિના એક પગશું કરી શકે ?
મુક્તિમાર્ગે પણ એકલા નિશ્ચયથી કે એકલા વ્યવહારથી, એકલી ક્રિયાથી કે એકલા જ્ઞાનથી ન ચાલી શકાય. બન્ને જોઈએ.
જ્ઞાન આંખ છે તો ક્રિયા પગ છે. પગ વિના આંખ એલી ચાલી શકે? આંખ વિના એકલા પગ ચાલી શકે ? આંખ વિના પગ આંધળા છે. પગ વિના આંખ પંગુ છે.
પંખીને ઉડવા પાંખ પણ જોઈએ, આંખ પણ જોઈએ, આંખ જ્ઞાન છે. પાંખ ક્રિયા છે. * શોમાં નાણાં પ્રિય સચવા (વર્ણમાતા) વાગ્યા શોમાં ગુરુવમ?િ I (નવકાર માતા) નવકાર ભવાશ શોભા વપરાત્મ-વોક ! (અષ્ટપ્રવચન માતા) કરેમિભંતે વોથસ્થ શોમાં સમતા શાંતિઃ | (ત્રિપદી માતા) લોગસ્સ
પં. ભદ્રંકર વિ. આ શ્લોક હાથે લખીને આપેલો. આ શ્લોક પર મેં ૧૫-૨૦ દિવસ વ્યાખ્યાનો આપેલા, તે ઘણાને યાદ હશે! આમાં ચાર માતા, નવપદ વગેરે બધું આવી જાય છે.
આ શ્લોક પાકો થઈ ગયો? હા, પાકો કરવાનો છે. હું સમજું છું કે તમને કંઠસ્થ કરવું ગમતું નથી, વ્યાખ્યાનો તમને એટલે જ ગમે છે ને? કાંઈ જ પાકું કરવાનું નહિ! વ્યાજ વિના જ મૂડી લઈ જવાની ! ભરપાઈ કરવાની ચિન્તા જ નહીં.
મનુષ્યની શોભા મધુર અને સત્યવાણી છે. વાણીની શોભા ગુરૂ અને દેવની ભક્તિ છે. ભક્તિની શોભા સ્વ અને પરનો બોધ છે. બોધની શોભા સમતા અને શાન્તિ છે.
કહે કલાપૂર્ણસૂરિ .....
••• ૨૭૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org