________________
ભા. વ. ૭ બોર, તા. ૧-૧૦-૯૯
નવકાર શું આપે ? નવકારના પાંચ પદો આપણી રાહ જોઈ રહ્યા છે. પાંચમાંથી જે પદ જોઈતું હોય તે બોલો.
સભા ઃ અરિહંત, આચાર્ય
જોયું ? જીવનો અહંકાર કેવો પ્રબર છે ? એ સીધો જ અરિહંત કે આચાર્ય બનવા માગે છે. પણ સાધુ બન્યા વિના ન આચાર્ય બનાય, ન ઉપાધ્યાય, ન અરિહંત. સૈનિક બન્યા વિના સેનાપતિ શી રીતે બનાય ? વહુ બન્યા વિના સાસુ શી રીતે બનાય ? શ્રોતા બન્યા વિના વક્તા શી રીતે બનાય ? ભક્ત બન્યા વિના ભગવાન શી રીતે બનાય ?
* જગત અપૂર્ણ દેખાય છે, જીવો અપૂર્ણ દેખાય છે તે આપણે હજી અપૂર્ણ છીએ, એ સૂચવે છે. જે ક્ષણે આપણને સ્વમાં પૂર્ણતા દેખાશે તે જ ક્ષણે જગતના સર્વ જીવોમાં પણ પૂર્ણતા દેખાશે. પૂર્ણને બધું પૂર્ણ દેખાય. અપૂર્ણને અપૂર્ણ દેખાય.
આપણને જગત કેવું દેખાય છે ! તે, જગત કેવું છે ? તે નહિ, પણ આપણે કેવા છીએ તે જણાવે છે. જગત દુષ્ટ જણાતું હોય તો ચોક્કસ આપણે દુષ્ટ છીએ. જગત અવ્યવસ્થિત જણાતું હોય તો ચોક્કસ આપણે અવ્યવસ્થિત છીએ. જગત વ્યવસ્થિત જણાતું હોય તો ચોક્કસ આપણે વ્યવસ્થિત છીએ. જગત ગુણી જણાતું હોય તો ચોક્કસ આપણે ગુણી છીએ. ‘દૃષ્ટિ તેવી સૃષ્ટિ’ એમને એમ નથી કહેવાયું.
* ભગવાનને ભૂલી જવા એ જ આપત્તિ,
૨૭૨ ...
Jain Education International
For Private & Personal Use Only
કહે કલાપૂર્ણસૂરિ
www.jainelibrary.org