________________
(૧) વાણીઃ મનુષ્યની પ્રથમ શોભા વાણીથી છે. આપણે વાણીનો કેવો વ્યર્થ બગાડ કરીએ છીએ! જો વાણીનો દુરુપયોગ કરીશું તો એવી ગતિમાં (એકેન્દ્રિયમાં જવું પડશે.
જ્યાં વાણી નહીં હોય! આ પદમાં વાણીથી વર્ણમાતૃકા આવી. (૨) ભક્તિઃ વાણી પણ જો ભક્તિ-રહિત હોય વ્યર્થ છે. ભક્તિ એટલે “નમો’ ! નમસ્કારભાવ! એના વિશેષ અર્થો જાણવા પૂ. પં. ભદ્રંકર વિ.ના પુસ્તકો વાંચી લેવા. નમોના અર્થોમાં આખી જીંદગી ચાલી જાય તો પણ પૂરા ન થાય. “નમોમાં ઈચ્છા -- સામર્થ્ય અને શાસ્ત્ર - ત્રણેય યોગો રહેલા છે. “નમોમાં શરણાગતિ, દુષ્કતગહ, સુકૃત - અનુમોદના - ત્રણેય પં. ભદ્રંકર વિ. એ ઘટાડેલા છે. “નમોમાં સમ્યગ્દર્શન ભળે તો જ ભાવ નમસ્કાર મળે.
ગણધરો તો અતિ ઉચ્ચ કક્ષાના છે. એમનો તો નમસ્કાર થઈ ગયો, છતાં “નમો અરિહંતાણં શા માટે બોલે? પોતે જ્યાં છે તેથી પણ ઊંચી ભૂમિકા મેળવવા માટે!
નમો દ્વારા નવકારમાતા સૂચિત થાય છે. જ્ઞાન વધે તેમ ભક્તિ વધવી જોઈએ. (૩) સ્વ-પરાત્મ બોધઃ આ ભક્તિની શોભા છે.
નવકારના સાધકને સ્વ-પરનું ભેદજ્ઞાન અવશ્ય હોય, આ જ સમ્યગદર્શન છે, એનું બીજ ભક્તિ છે, નમો છે.
લાડુ માટે ત્રણ ચીજ જોઈએ. ગોળ, ઘી અને લોટ! ત્રણમાંથી એક ચીજ બાકાત રાખીને લાડુ બનાવો ભલા! ઘી ન રાખો તો કુલર થાય, લોટ ન રાખો તો રાબડી થઈ જાય, પણ લાડુ ન થાય.
જ્ઞાન – દર્શન, ચારિત્ર આ ત્રણ મળે તો જ મોક્ષનો મોદક તૈયાર થાય. આ ત્રણેય ક્યાંથી મળે? ત્રણેય દુકાનો બતાવું? દેવ પાસે દર્શન, ગુરૂ પાસે જ્ઞાન, ધર્મ પાસે ચારિત્ર મળે.
ભક્તિ સાચા અર્થમાં ત્યારે જ બને જ્યારે સ્વ-પર આત્માનો બોધ થાય. બોધ થયા પછી તેની રક્ષા કરવાનું મન થાય.
સ્વ-પરાત્મ બોધથી અષ્ટપ્રવચન માતારૂપ ત્રીજી માતા આવી. (૪) સમતા-શાન્તિઃ આ જ્ઞાનની શોભા છે. જે ધ્યાન દ્વારા મળે છે. ત્રિપદી દ્વારા ધ્યાન મળે છે.
ત્રિપદી ચોથી ધ્યાનમાતા છે.
૨૭૪ ... Jain Education International
..... કહે કલાપૂર્ણસૂરિ
www.jainelibrary.org
For Private & Personal Use Only