________________
ફળે, મંત્ર અને મંત્રદાતા પર જેનું હૃદય વિશ્વાસ ધરાવતું હોય. નવકારમાં પ્રભુની તાકાત જોવા શ્રદ્ધાની આંખ જોઈએ. ચામડાની આંખથી અક્ષરો સિવાય કશું જ નહિ દેખાય.
* નવકાર કે પ્રભુના ગુણો ગાનારા આપણે કોણ ? માનતુંગસૂરિ જેવા કહેતા હોયઃ ‘બાળક સાગરમાં પ્રતિબિંબિત ચન્દ્રને પકડવા મથે, તેમ મારો આપની સ્તુતિ માટેનો પ્રયત્ન છે.’’ તો પછી આપણે કઈ વાડીના મૂળા ?
આ વખતે તો નક્કી કરો ઃ પ્રભુના દર્શન કરવા જ છે. સભા : ‘આપ દર્શન કરાવી દો.’’
‘ભોજન જાતે કરવું પડે છે. તમારા તરફથી બીજો કોઈ ભોજન કરી શકે નહિ, સમર્પણ-ભાવ આપણે કેળવવો પડે. બીજો કેળવે તે ન ચાલે. આપણે સમર્પણ કેળવીશું તો પ્રભુ અવશ્ય દર્શન આપશે જ. તમારૂં હૃદય અહંકારથી જ્યાં ખાલી થયું ત્યાં અર્જુનો પ્રકાશ પ્રગટ્યો સમજો. જે ખાલી બને છે તે જ ભરાય છે. તમારા હૃદયમાં સળગતો અહંકારનો દીવો ઓલવી નાખો. પરમાત્માની ચાંદની તમારા હૃદયમાં ઝળકશે. સ્વને અહંકારશૂન્ય બનાવવું, એ જ સમર્પણભાવ છે. એ જ સાધનાનું રહસ્ય છે.
જગતના જીવો સાથે આપણો સૌથી મોટો સંબંધ જીવત્વનો છે. એથી વિશેષ બીજો કયો સંબંધ હોઈ શકે ? આપણો સંબંધ માત્ર પરિવાર પૂરતો છે. પરિવાર સાથેનો એ સંબંધ પણ જીવત્વના નાતે નહીં, સ્વાર્થના નાતે છે. માટે જ એનો નિષેધ કરવામાં આવ્યો છે.
* પ્રશ્નો બધા મનમાં રાખો. પ્રશ્નો સંદેહને જણાવે છે ઃ હા તમે પ્રભુને સમર્પિત થયા નથી. સમર્પણ પછી પ્રશ્નો કેવા ? અહંકારશૂન્ય મનમાંથી પ્રશ્નો મરી પરવારે છે.
નવ દિવસ સુધી મને બરાબર સાંભળો. તમારા બધા જ પ્રશ્નોના જવાબ પ્રાયઃ આવી જશે. ન આવે તો દસમા દિવસે કહેજો.
* ભગવાન આપણને પ્રત્યક્ષ નથી, પણ આપણે ભગવાનમાટે પ્રત્યક્ષ છીએ, એમના કેવળજ્ઞાનમાં પ્રતિબિંબિત છીએ, કારણકે ભગવાન સર્વજ્ઞ-સર્વદર્શી છે. આ હોલ આપણને પ્રત્યક્ષ છે, તેમ પ્રભુને આખું વિશ્વ પ્રત્યક્ષ છે.
ભગવાન સર્વજ્ઞ છે તેમ સર્વગ પણ છે. સર્વગ એટલે સર્વવ્યાપી, દેહરૂપે નહીં, પણ કેવળજ્ઞાન રૂપે સર્વવ્યાપી છે. માટે જ પ્રભુ ‘વિભુ છે.’ માનતુંગસૂરિજીએ આ જ અર્થમાં ‘ત્વામવ્યયં વિષુ..’ એ શ્લોકમાં પ્રભુને વિભુ કહ્યા છે.
૨૬૮
Jain Education International
For Private & Personal Use Only
કહે કલાપૂર્ણસૂરિ
www.jainelibrary.org