SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ કંચનલાલ ગભરૂચંદ (ચાણસ્મા) આયોજિત નવકાર જાપ (આરાધક ૪૦૦ પુરૂષો) - પ્રથમ દૈવસ. તા. ૩૦/૯/૯૯ * કઈ તાકાત છેનવકારમાં જે ભવસાગર તરાવે છે? જે અરિહંત, સિદ્ધ આદિમાં તારક્તાની તાકાત છે, તે બધી જ નવકારમાં સામૂહિક રૂપે એકત્રિત થયેલી છે. માટે જ નવકાર શક્તિનો સ્ત્રોત છે. તારકતાની તાકાત ઠાંસી-ઠાંસીને એમાં ભરી છે. * સંસારમીઠો લાગે છે, પણ ખરેખરમીઠોનથી -નામ માત્રથી મીઠો છે. મીઠા' ને આપણે મીઠું' કહીએ છીએ, પણ એ મીઠું થોડું છે? બરાબર આ મીઠા જેવો સંસાર છે. નામ મીઠું પણ સ્વાદ ખારો ! * નવકાર એટલે પ્રભુનો મંત્રાત્મક દેહ! પ્રભુનું અક્ષરમય શરીર! * પોતાના આત્માને સર્વમાં અને સર્વને પોતાના આત્મામાં જુએ છે, તે પરમાત્મા છે. * આપણે પરમાત્માને પણ પૂર્ણ માનવા તૈયાર નથી, પરંતુ પરમાત્મા આપણને પૂર્ણ માનવા તૈયાર છે, એટલું જ નહીં, તેઓ આપણને પૂર્ણરૂપે જોઈ જ રહ્યા છે. | *નવકારમાં અનંતઅરિહંતાદિની સંકલ્પ-શક્તિ ભળેલી છે. માટે જ તે શક્તિનો સ્ત્રોત છે. એનો જાપ કરવાથી, આપણો સંકલ્પ નબળો હોય તો પણ અસર થાય જ. * નવકાર ગણો... ગણ્યા જ કરો. એકાગ્રતા નવકાર જ આપશે, પ્રભુ જ આપશે. આપણો પુરૂષાર્થ ગૌણ છે. પ્રભુ કૃપા મુખ્ય છે. એમ માનીને સાધના કરો. મંત્ર તેને જ કહે કલાપૂર્ણસૂરિ ... ૧. ૨૬૭ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001324
Book TitleKahe Kalapurn Suri
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2000
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy