________________
ભા. વ. ઉ સવાર તા. ૧-૧૦-૯૯
* અનંતા જન્મો સામે આ એક જન્મની લડાઈ છે. પાપો છે જનમોજનમના એ બધાનો ક્ષય આ એક જ જન્મમાં કરવાનો છે. કઈ રીતે થઈ શકે ?
બહુ અઘરૂં છે, એમ નહિ માનતા. અનંતાનંત પાપોનો ઢેર એક જ જન્મમાં શી રીતે વિલીન થશે ? એમ માનીને ગભરાઈ નહિ જતા, અંધારૂં ગમે તેટલું જુનું હોય કે ગમે તેટલું મોટું હોય, એને ભગાવવા પ્રકાશનું એક કિરણ બસ છે. પ્રકાશ આવે ને અંધકાર તેમ ધર્મ આવતાં જ અધર્મ જાય, અધર્મ – પાપ અંધકાર છે તો ધર્મ પ્રકાશ છે. અંધકારને દૂર કરતાં પ્રકાશને કાંઈ વર્ષો નથી લાગતા, એક જ ક્ષણનું કામ છે એ તો. કેવળજ્ઞાન પ્રાપ્ત કરતાં કાંઈ વધુ વાર નહીં લાગે. માત્ર અન્તર્મુહૂર્તનું કામ છે. ક્ષપકશ્રેણિના એ અન્તર્મુહુર્તમાં અનંતા પાપકર્મો બળી જાય.
-
જાય,
લુણાવા (વિ. સં. ૨૦૩૨)માં ધ્યાનવિચાર લખવાનો અવસર આવ્યો. કલમ હાથમાં લીધી, પણ લખવું શું ? પાસે કોઈ સામગ્રી નહીં, ‘નમસ્કાર સ્વાધ્યાય’ સાહિત્ય વિકાસ મંડળ તરફથી પ્રકાશિત પુસ્તક સામે પડેલું હતું. એવી આદત ખરી કે કોઈ પણ કામ શરૂ કરવું હોય તો બાર નવકાર ગણવા. બાર નવકાર ગણીને મેં એ પુસ્તક ખોલતાં પહેલા પ્રભુને પ્રાર્થના કરી ઃ પ્રભુ ! મારે જે લખવું છે તે મને અપાવજો.
પુસ્તક ખોલતાં જ બરાબર મને જે જોઈતું હતું તે જ મલ્યું. ચાર ચીજો મળી. મારું હૃદય નાચી ઉઠ્યું. પછી એના આધારે મેં ધ્યાન-વિચાર લખવાનું શરૂ કર્યું.
* જ્યાં સુધી પોતાની અધૂરાશ ન લાગે ત્યાં સુધી પ્રભુ પાસે માંગવાનું મન ન થાય.
કહે કલાપૂર્ણસૂરિ
Jain Education International
For Private & Personal Use Only
૨૬૯
www.jainelibrary.org