________________
“નિશદિન સૂતાં જાગતાં, હૈડાથી ન રહે દૂર રે, જબ ઉપકાર સંભારીએ, તવ ઉપજે આનંદપૂરરે....” પણ તમે પ્રભુને નહિ, પૈસાને પકડીને બેઠા છો.
પૈસા જ્યાં પ્રતિષ્ઠિત થયેલા હોય ત્યાં પ્રભુ શી રીતે પ્રતિષ્ઠિત બની શકે?
જેસલમેર, નાગેશ્વર આદિના સંઘોમાં જે હશે તેમને ખ્યાલ હશે. રોજ એકાસણા. ૧/૨ વાગે એકાસણું કરવાનું. ક્યારેક ત્રણ પણ વાગી જાય. તે વખતે પણ હું પ્રભુને ભૂલ્યો નથી. ચાહે બે કે ત્રણ વાગ્યા હોય, ત્યારે પણ શાંતિથી ભક્તિ કરતો.
આવી ભક્તિથી ચેતના ઊર્તીકરણ પામે. નવા-નવા ભાવો જાગે એનાથી આગળ - આગળનો માર્ગ સ્વયં - સ્પષ્ટ બનતો જાય. પ્રભુ સ્વયં માર્ગ બતાવે. પ્રભુને બરાબર પકડી લો. બધી જ સાધના તમારા હાથમાં છે. તમારી બધી ચિંતા પ્રભુ પર છોડી દો. બધું સારું થઈને જ રહેશે, એવો દઢ વિશ્વાસ રાખો. ‘માવ: : ” અગ્નિના ઉપયોગવાળો માણવક સ્વયં અગ્નિ છે. આ તમે વ્યાકરણાદિમાં ભણ્યા છો ને? ભક્તિ માર્ગમાં આ સૂત્ર કેમ નથી લગાવતા? અગ્નિના ઉપયોગવાળો માણવક અગ્નિ કહેવાય તો ભગવાનના ઉપયોગવાળો ભક્ત ભગવાન ન કહેવાય?
ભગવાન પર અતૂટ શ્રદ્ધા ઉત્પન્ન થયા પછી જ આપણી સાધના શરૂ થાય છે, એ ભૂલશો નહિ..
પુખરવરદીવઢે.. ધમ્માઈગરે નમંસામિ' શ્રુતસ્તવ છે આ. પ્રશ્નઃ શ્રતની સ્તુતિ છે તો પછી તીર્થકરની સ્તુતિ શા માટે? ઉત્તરઃ શ્રત ધર્મની આદિ કરનારા ભગવાન છે. શ્રુતની સ્તુતિ એટલે ભગવાનની સ્તુતિ. કારણ કે ભગવાન અને શ્રુતનો અભેદ છે. આગમો રચ્યા ગણધરોએ, પણ અર્થથી બતાવ્યા તો ભગવાને જ ને?
વળી, ગણધરો સ્વયં કહે છે: “યુઝર્સ માવો’ શ્રુત ભગવાન છે.
* ભાવ તીર્થકરથી પણ નામાદિ ત્રણ તીર્થંકર ઘણો ઉપકાર કરે. ભાવ તીર્થકરનો સમય ઘણો જ ઓછો.. પણ એમના શાસનનો સમય ખૂબ જ લાંબો!
કહે કલાપૂર્ણસૂરિ ....
•. ૨૫૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org