________________
સોમ, ૨૭-૯-૯૯, ભા. વદ-8.
પ્રમાદ શત્રુ છે, છતાં મિત્ર માનીએ છીએ. ભવભ્રમણ પ્રમાદના કારણે જ છે. બીજા કર્મબંધના કારણો પ્રમાદમાં સમાઈ જાય છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ - આ ચારેનો સમાવેશ પ્રમાદમાં થઈ જાય છે.
ભગવતીમાં પ્રશ્નઃ કયા કારણે ભવભ્રમણ?
જવાબ: પ્રમાદ..! માત્ર એક જ શબ્દનો જવાબ!પ્રમાદનું પેટ એટલું મોટું છે કે બીજા બધાને તે પોતાનામાં સમાવી લે છે.
ઉંઘમાં તો પ્રમાદ છે જ, આપણા જાગવામાં પણ પ્રમાદ છે; નિંદા – વિકથા – કષાય આદિ જાગતાનો પ્રમાદ છે. આત્મભાવમાં જાગૃત થવું તે સાચી જાગૃતિ છે. આત્મભાવમાં જાગૃત ન થઈએ ત્યાં સુધીની જાગૃતિ પણ પ્રમાદ જ છે.
સર્વવિરતિ એટલે અપ્રમત્ત જીવન! દિનચર્યા જ એવી કે પ્રમાદનો અવકાશ જ ન
.
૧
રાધનપુરમાં હરગોવનદાસ પંડિત પાસે બીજાકર્મગ્રન્થમાં કારસૂરિએ પ્રશ્નપેપરમાં પૂછેલુંઃ
ઉંઘમાં સાધુનું ગુણઠાણું કે જાય? જવાબઃ ઉંઘમાં સાધુનું ગુણઠાણું ચડે, જાય નહિ. ઊંઘ વખતે પણ આત્મજાગૃતિ કાયમ રહે. માટે જ સાધુ ખાય છતાં ઉપવાસી કહેવાય. જ્યારે ખાઉધરો માણસ ઉપવાસ કરે ૨૬૦ ...
. કહે કલાપૂર્ણસૂરિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org