________________
* મોહની જેટલી પ્રબળતા વધુ તેટલી બીજી બધી જ અશુભ પ્રકૃતિઓ જોરદાર સમજવી. બીજી ઓછી અશુભ હોય તો વધુ અશભુ બને, વધુ ઘટ્ટ બને .
અરિહંતાદિની આશાતનાથી મોહનીય કર્મ બંધાય છે. મોહનીયનું પાપ હિંસાથી પણ વધુ છે. આજ્ઞાભંગનું પાપ સૌથી મોટું. મોહનું કામ આજ્ઞાભંગ કરાવવાનું છે. મિથ્યાત્વ વિના આજ્ઞાભંગ થઈ જ ન શકે.
સમ્યક્ત્વ થયા પછી જગતના સર્વ જીવો શિવરૂપે દેખાય. જેને પોતાનામાં શિવત્વ દેખાયું, તેને સર્વત્ર શિવ દેખાવાના. આ જ સમ્યષ્ટિ છે.
સૃષ્ટિ કદી બદલાતી નથી. દૃષ્ટિ બદલાય છે. દૃષ્ટિ પૂર્ણ બને ત્યારે જગત પૂર્ણ દેખાય. દૃષ્ટિ સમ્યગ્ બને ત્યારે જગત સમ્યગ્ દેખાય.
કાળા ચશ્મા પહેરો તો જગત કાળું છે. પીળા પહેરો તો પીળું છે. પીળા ચશ્માને માત્ર ઉપમા નહિ સમજતા. આ વાસ્તવિકતા છે. જ્યારે અશુભ પરિણામ કરીએ છીએ ત્યારે કૃષ્ણલેશ્યા હોય છે. કૃષ્ણલેશ્યા કાળા પુદ્ગલોને ખેંચે છે. તેજોલેશ્યા પીળા પુગલોને ખેંચે છે. જેમ જેમ અધ્યવસાયો નિર્મળ થતા જાય તેમ તેમ સ્વચ્છ ને સ્વચ્છ પુદ્ગલો આપણે ખેંચતા રહીએ છીએ.
પ્રસન્નચન્દ્ર રાજર્ષિએ કૃષ્ણલેશ્યાદ્વારા સાતમી નરકે લઈ જાય તેવા, ખૂબ જ અશુભ ર્ધો બાંધ્યા, પણ તે સ્પષ્ટ હતા, શુભધ્યાનની ધારાથી તરત જ ધોવાઈ ગયા, થોડી જ વારમાં કેવળજ્ઞાન થઈ ગયું. સ્થંડિલ વિધિઃ
સ્થંડિલની શંકા સમય પર થાય તે આગમની ભાષામાં ‘કાલસંશા’ કહેવાય. કસમયે લાગે તે ‘અકાલસંજ્ઞા' કહેવાય.
પૂ. પ્રેમસૂરિજી એકાસણું કરીને ૧।। વાગે બપોરે જ બહાર જતા. હું પણ એકવાર સાથે ગયેલો.
કૃમિના રોગીએ છાંયડામાં બેસવું. છાંયડાવાળી જગા ન મળે, કદાચ તડકે બેસવું પડે (સ્થંડિલ રોકવાનું નથી. એ રોકવાથી આયુષ્ય ક્ષય થાય. એ વખતે ભલે ન જણાય, પણ થોડું તો આયુષ્ય ખૂટે જ.) તો થોડીવાર સુધી છાંયડો કરીને ઉભા રહે. ભક્તિઃ કોઈ માણસ એટલો ચોંટીને બેસી જાય કે જલ્દી ખસે જ નહિ. આપણને એમ થાય : જલ્દી ખસે તો સારું !
પણ ભગવાન એ રીતે નારાજ નહિ થાય, જો ભગવાનને પકડીને તમે બેસી જશો તો.
૨૫૮ ...
Jain Education International
For Private & Personal Use Only
.....
કહે કલાપૂર્ણસૂરિ
www.jainelibrary.org