________________
શુક્ર, ૨૪-૯-૯૯, ભા. સુદ-૧૪.
પાણીના ત્રણ ગુણ. ૧) તરસ છિપાવવી, ૨) મલિનતા દૂર કરવી, ૩) દાહ મિટાવવો.
પહેલાના પાણીમાં આવા ગુણો હતા, હમણાં નથી, એવું નથી. અમુક ગામનું પાણી કામ કરે, બીજું ન કરે, એવુંય નથી.
ચોથામાં આરામાં કરે, હમણાં નહિ, ચોથા આરામાં પાણી પીવાતું, હમણાં પેટ્રોલ પીવાય છે, એવું ખરું? ભગવાનની વાણી પણ પાણી જેવી છે.
૧) તૃષ્ણાની તરસ મિટાવે. ૨) કર્મની મલિનતા દૂર કરે ૩) કષાયનો દાહ શમાવે.
પાણી તો અગ્નિસંપર્કથી હજુયે ગરમ થાય, પણ આ જિનવાણી કે પ્રભુ કદી ગરમ થતા નથી.
પાણીની જેમ પ્રભુ અને પ્રભુની વાણી પણ ચોથા આરાની જેમ આજે પણ પોતાનું કામ કરે જ છે. જ્યારે રાગ-દ્વેષથી મન ગ્રસ્ત હોય છે ત્યારે અકળામણ અને
- ૨૫૦ ...
. કહે કલાપૂર્ણસૂરિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org