________________
નામ મૂકવામાં આવે. બન્નેમાંથી કોણ ચડે ?
જીંદગી આખી આખી ધન-ધન-ધન કરતાં મરી ગયેલા મમ્મણને પૂછી જુઓ. ધનની ઉપેક્ષા કરી સામાયિક કરતા પુણિયા શ્રાવકને પૂછી જુઓ.
-
નવકાર મંત્રમાં પ્રભુના કોમન – સામાન્ય નામો છે. જેમાં બધા જ અરિહંતો, સિદ્ધો આદિ પંચ પરમેષ્ઠીઓ આવી જાય. નવકાર ગણવા એટલે ભગવાનના ચરણોમાં માથું મૂકી દેવું.
જેઓ સર્વવિરતિ સુધી પહોંચવા માંગતા હોય ને પહોંચી શકતા ન હોય તેઓ નવકારનું, પ્રભુ-નામનું શરણું સ્વીકારી જુએ. પ્રભુ-નામથી કે પ્રભુ-મૂર્તિથી કોઈનું કલ્યાણ થયું છે ? એમ તમે પૂછતા હો તો મારું નામ પહેલું લખાવું. મને અહીં સુધી પહોંચાડનાર પ્રભુ-નામ અને પ્રભુ-મૂર્તિ છે.
મુંબઇ વગેરેથી તમે આટલી મોટી સંખ્યામાં અહીં કેમ આવો છો ? હું તો માનું છુંઃ પ્રભુ મોકલી રહ્યા છે. પ્રભુ મોકલતા હોય તેમનું અપમાન શી રીતે થાય ?
મુંબઈથી તમે અહીં આવ્યા તો તમારી પેઢી બંધ કરીને આવ્યા ? તમારા નામથી ત્યાં પેઢી ચાલે છે ને ? ભગવાન મોક્ષમાં ગયા પણ એમની પેઢી અહીં ચાલે છે. એમના નામથી ચાલે છે. તમારા નામથી પેઢી ચાલે તો ભગવાનના નામથી ન ચાલે ?
નામ અને મૂર્તિ એ ભગવાન જ છે. દેરાસરમાં આપણે કઈ મૂર્તિ છે ? એમ નથી પૂછતા, કયા ભગવાન છે, એમ પૂછીએ છીએ. હા... જયપુરના મૂર્તિમહોલ્લામાં મૂર્તિનું પૂછીએ ખરા, પણ મંદિરમાં બિરાજમાન મૂર્તિમાં તો સાક્ષાત્ પ્રભુનું જ દર્શન આપણે કરીએ છીએ.
કાઉસ્સગ્ગ નવકારનો કરીએ કે લોગસ્સનો, બન્નેમાં પ્રભુના નામ જ છે. એકમાં સામાન્ય નામ, બીજામાં વિશેષ નામ છે. * ૧ શબ્દથી વૈખરી વાણી,
૨ વિકલ્પથી મધ્યમા વાણી,
૩ જ્ઞાનથી પશ્યન્તી વાણી ૪ સંકલ્પથી પરા વાણી પ્રગટે છે. જે ઉત્તરોત્તર કારણરૂપ છે.
કહે કલાપૂર્ણસૂરિ .....
Jain Education International
For Private & Personal Use Only
૨૪૯
www.jainelibrary.org
...