________________
* જેને સામાન્ય લોકો સોનું - ચાંદી માને છે, જેની પાછળ દોડવામાં જીંદગી પૂરી કરે છે, જ્ઞાનીઓની નજરે એ માત્ર પીળી-સફેદ માટી છે.
“રિમૃત્માં થન પશ્યન, થોવતીન્દ્રિય-મોતિઃ | अनादिनिधनं ज्ञानं धनं पार्श्वे न पश्यति ।।
- જ્ઞાનસાર ઈન્દ્રિયજયાષ્ટકમ્ * તમારા પૈસા ક્યાંક જમા હોય ને તમે તેનાથી અજાણ હો. સ્વાભાવિક છે કે અજ્ઞાનના કારણે તમે ઉઘરાણી કરવા ન જાવ. પૈસા માટે જ્યાં ત્યાં ભટક્યા કરો.
આપણી હાલત આજે એવી થઈ છે. આપણું આત્મ-એશ્વર્યકર્મસત્તાએ દબાવી મૂક્યું છે. આપણે એથી અજાણ છીએ.
* “ભણ્યા પણ ગણ્યા નહિ' એ કહેવત પુનરાવર્તનનું મહત્વ પણ કહે છે. માત્ર ભણવું પૂરતું નથી. એને ગણવું જરૂરી છે. ગણવું એટલે પુનઃ પુનઃ આવર્તન કર્યું, બીજાને આપવું. જે બીજાને આપીએ છીએ તે આપણું છે, બાકી બધું પારકું છે. બીજાને આપેલું જ્ઞાન જ રહે છે, એ મારો પોતાનો અનુભવ છે.
ભણવાની સાથે ગણવું એટલે જીવનમાં ઉતારવું. ભણ્યા પછી એ જીવનમાં ન ઉતરે તો એનો અર્થ શો?
* બંધ કરતાં અનુબંધ મહત્ત્વનો છે. અનુબંધ એટલે લક્ષ, ઉદ્દેશ, વલણ, અંદરનો હેતુ જેમ વાંકી ખાતે આવનારો માણસ જે ખાતે પૈસા આપે તે જ ખાતામાં જમા થાય, તેમ આપણે જે આશયથી કાર્ય કરીએ તે જ સ્થાને જમા થાય.
મનને વિકૃતિયુક્ત બનાવે તેવિકૃતિ - વિગઈ. વિગતિ (વિગઈ)થી બચવું હોય તો વિગઈથી બચવું જોઈએ. વિકૃતિની પ્રકૃતિ જ મોહ પેદા કરનારી છે. વિકૃતિ વાપરીને સાધક મોહનો જયન કરી શકે.
ભક્તિઃ
ચિત્તને વિકૃતિ-રહિત બનાવવા વિકૃતિ (વિગઈ)નોત્યાગ જરૂરી છે તેમ ભગવાનની ભક્તિનો આદર જરૂરી છે.
* નવકારનો “ન” પણ અનંત પુણ્યરાશિનો ઉદય થાય ત્યારે મળે છે. અહીં તો આપણને પૂરો નવકાર મળ્યો છે. પુણ્યોદયનું શું પૂછવું?
* એકબાજુ દુનિયાની બધી જ સંપત્તિ મૂક્વામાં આવેને બીજી બાજુ માત્ર પ્રભુનું
૨૪૮ ...
..... કહે કલાપૂર્ણસૂરિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org