________________
ઉદ્વેગ વધી જાય છે. આવું થાય ત્યારે પ્રભુનામનો સહારો લેજો.
પ્રભુનામનો મહિમા પ્રસ્થાપિત કરવા જ બીજું આવશ્યક (ચતુર્વિશતિ સ્તવ) દાખલ કરવામાં આવ્યું છે.
નામ-નામીનો અભેદ છે. આથી જ આપણા નામની પ્રશંસાથી હરખાઈએ છીએ, નિંદાથી અકળાઈએ છીએ.
સ્વ-નામ સાથે આપણે આટલું તાદાભ્ય સાધેલું છે એમાંથી છુટવા પ્રભુ નામ - જાપ આવશ્યક છે.
કોઈએ કોઈ વ્યક્તિનું નામ કહ્યુંને તરત જ એ વ્યક્તિની આઝાતે આપણા માનસમાં ઝળકે છે. નામની સાથે આકાર અનિવાર્યપણે સંકળાયેલો છે. આથી જ નામ પછી સ્થાપના – નિક્ષેપો છે.
પૂ. કનકસૂરિજી! નામ બોલતાં જ આકૃતિ યાદ આવે. માત્ર આકૃતિ જ નહિ, ગુણો પણ યાદ આવે. નિઃસ્પૃહતા, વાત્સલ્ય, વિધિપ્રેમ, કરુણા વગેરે ગુણો યાદ આવે. અહીં પણ પ્રભુના નામ + સ્થાપના દ્વારા પ્રભુના ગુણો યાદ આવે.
યોગનો પ્રારંભ પ્રભુ-નામથી થાય. આ પ્રીતિયોગ થયો. પ્રેમ ગાઢ બને ત્યારે ભક્તિયોગ આવે. ભક્તિયોગ ગાઢ બને ત્યારે વચનયોગ આવે. વચન યોગ ગાઢ બને ત્યારે અસંગ યોગ આવે.
* મહાનિશીથના જોગ ૪ મહાત્માને ચાલે છે. આ વર્ષે જ અથથી ઇતિ સુધી મહાનિશીપ ફરી વાંચ્યો. એ વાંચતાં પ્રભુ-નામ (નવકાર) પ્રભુ-ગુણો વગેરેનું વર્ણન વાંચતાં રોમાંચ હર્ષિત થાય. માટે જ સૌ પ્રથમ નવકાર આપવામાં આવે છે. નવકાર એટલે અક્ષરમય પંચ પરમેષ્ઠીઓ! ભૌતિક દેહ ભલે ન હોય, અક્ષર દેહ છે જ. અક્ષર એટલે જ કદી ફરે નહિ, ખરે નહિ.
નવકાર એટલે પ્રભુ - નામ...! નવકાર એટલે ગુરુ - નામ...// નવકાર એટલે ગુણીઓના ગુણનું કીર્તન...!!
હું ૨૦ વર્ષથી ગાઢ રીતે પ્રભુ-ભક્તિ કરું છું. ભયંકર બિમારીમાં પણ ચાલુ! . રૂમથી બહાર નીકળાય નહિ તો પણ ભક્તિ ચાલુ જ.
કહે કલાપૂર્ણસૂરિ
...
•.. ૨૫૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org